
પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા ઐબાણી મહુમ્મદહનીફ અબ્જદુરરેહમાનએ રબારી પરિવારના 11 લોકો વિરુદ્ધ તેમની માલિકીની બે જમીન જેની કી. કુલ રૂ. 20 લાખ થાય છે તે પચાવી પાડી હોવાની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પોરબંદરના રાણાવાવમાં રહેતા ઐબાણી મહુમ્મદહનીફ અબ્જદુર રેહમાનએ 26 વર્ષ પૂર્વે રાણાવાવમાં બાલ મંદિર પાસે 439.55 મીટર તતગ 305.5 ચોરસ મીટર જમીનની ખરીદી કરી હતી જે જમીનમાં સ્વ. પોલા ભીમા અને ગોગન ભીમાના વારસદારોએ ગેરકાયદે કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ મામલે ઐબાણી મહુમ્મદહનીફ અબ્જદુરરેહમાનએ જમીન ખાલી કરવા માટે જણાવ્યું હતું.
પરંતુ જમીનનો કબ્જો ખાલી ન થતા કલેક્ટર કચેરીમાં અરજી આપી હતી જે અરજી મામલે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થતા ઐબાણી મહુમ્મદહનીફ અબ્જદુરરેહમાનએ સ્વ. પોલા ભીમાના વારસદારો ખીમાભાઈ પોલાભાઈ રબારી, પુનાભાઈ પોલાભાઇ રબારી, સુંદરબેન પોલાભાઇ રબારી, કાળાભાઇ પોલાભાઈ રબારી, મણીબેન પોલાભાઇ રબારી, ભેનીબેન પોલાભાઇ રબારી તથા લખમણ પોલાભાઈ રબારી અને સ્વ. ગોગન ભીમાભાઈ રબારીના વારસદારો લીલીબેન ગોગનભાઇ રબારી, રાણીબેન ગોગનભાઈ રબારી, લાખાભાઈ ગોગનભાઈ રબારી અને દેવા ગોગનભાઇ રબારી વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરિયાદ દાખલ કરાવી છે. હાલ આ મામલે રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતારીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya