
પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વારાજયની ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી શરૂ કરવા ચક્રોગતિમાન કરી દીધા છે. પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો આ વખતે આ ચુંટણી રસપ્રદ બની રહેશે કારણ કે પોરબંદર મનપા બન્યા બાદ પ્રથમ ચુંટણી યોજાઈ રહી છે. ત્યારે અનેક લોકોને કોર્પોરેટર બનવાની ઈરછા હોય તે સ્વાભાવિક છે પરંતુ આ વખતે રાજકીય પક્ષો નવા ચહેરાને મેદાને ઉતારે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભાજપની વાત કરીએ તો સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જેમા 450 જેટલા લોકો ભાજપમાંથી ચુંટણી લડવાની ઈરછા વ્યકત કરી છે. તેવા સમયે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ કેટલાક જુના જોગીઓના પત્તા કાપી નવા ચહેરાને મેદાને ઉતારશે તેવુ પણ કહેવાય છે. કારણ કે વિકાસના મુદ્દે ચુંટણી લડવાની સાથે નવા ચેહારા મેદાને ઉતારી ભાજપ બાજી મારવાની રણનીતી તૈયારી કરી રહી હોવાનુ પણ કહેવાય છે. જોકે તા.9 અથવા 10 એપ્રિલ ભાજપની યાદી જાહેર થશે તેવી શકયતો છે. તો બીજી તરફ કોગ્રેસ કરતા પણ આમ આદમીનુ જોર વધારે હોવાની ચર્ચા શહેરમા જોવા મળી રહી આપ દ્રારા પણ ચુંટણીને લઇ તૈયારીઓ શરૂ કરવામા આવી છે તેમણે કેટલાક નામ જાહેર કરી દીધા પરંતુ ભાજપની યાદી જાહેર થયા બાદ આપ પણ પોતના ચહેરા જાહેર કરશે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આમ આદમી પાર્ટી યુવા અને શિક્ષિત ઉમેદવારોને મેદાને ઉતારી બાજી મારશે તેવુ પણ કહેવાય છે. તો કોગ્રેસ પણ પોતાના ઉમેદવારો મેદાને ઉતારશે જોવાનુ એ રહ્યુ કે મનપાના ત્રિપાંખીયા જંગમા કોણ બાજી મરશે હાલની પરિસ્થિત મુજબ જો નવા, યુવા અને શિક્ષિત ચહેરાઓ સામે આવે તે જરૂરી છે. પોરબંદરના વિકાસ માટે યુવાનો પણ આગળ આવવુ જોઇએ તેવો પણ મત પ્રર્વતિ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya