

પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં ફરીયાદી તથા સાહેદોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી છેતરપીડી કરી હોવાના 2022માં નોંધાયેલ ગુનામાં છેલ્લા 4 વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપીને પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.
પોરબંદરના કમલાબાગ પો.સ્ટે. માં વર્ષ 2022 માં ટુર પેકેજના નામે લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ગુનામાં સંડોવાયેલ આરોપી આશુ રાજપૂત છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો હતો.આ મામલે ફરાર આરોપી પુરણસિંહ ઉર્ફે આશુ રાજપુત અમદાવાદ ખાતે હોવાની હકીકત બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ અમદાવાદ ખાતે પહોંચી આરોપીને ઝડપી વધુ પૂછપરછ માટે પોરબંદર લાવી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ. આરકે કાંબરીયા, એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરૂ, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા કોન્સ.નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. કોન્સ. રોહિભાઈ વસાવા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya