જામનગર નજીક આવેલ બેડીના દરિયામાં પ્રતિબંધનો ભંગ કરી માછીમારી કરતા શખ્સ સામે નોંધાયો ગુન્હો
જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગર નજીક બેડીના દરિયામાં એક માછીમાર યુવાન દરિયામાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની જાળીનો ઉપયોગ કરીને ગેરકાયદે માછીમારી કરતાં પકડાયો હોવાથી તેની સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી
ફરિયાદ


જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગર નજીક બેડીના દરિયામાં એક માછીમાર યુવાન દરિયામાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની જાળીનો ઉપયોગ કરીને ગેરકાયદે માછીમારી કરતાં પકડાયો હોવાથી તેની સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત ફીશરીઝ એક્ટ મુજબ ગુન્હો નોંધાયો છે. મળતી માહિતી મુજબ તા. 04/04/2026ના રોજ સાંજે બેડી મરીન પોલીસ સ્ટાફ દ્વારા થાણાથી પશ્ચિમે આશરે 2 કિ.મી. દૂર જુના બંદર જેટી સામેના કાંઠે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તે દરમિયાન હનીફ ઈબ્રાહીમભાઈ સંઘાર (ઉ.વ. 35), રહે. સલાયા ગામ, તા. જામ ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા, પોતાના કબ્જાની બોટમાં પ્રતિબંધિત માછીમારી સાધનો સાથે ઝડપાયા હતા.

તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, આરોપી દ્વારા 40 એમ.એમ.થી નાની સાઈઝની ડિસ્કો ગુંજો નામની જાળ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે નિયમ મુજબ પ્રતિબંધિત છે. આ અંગે નિયમની જાણ હોવા છતાં તેનો ભંગ કરવામાં આવતા ગુનો નોંધાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande