RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ : પાટણમાં તાત્કાલિક ખાલી કરાવી તપાસ શરૂ
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)ગુજરાતની વિવિધ RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળતાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાને પગલે પાટણ RTO કચેરી ખાતે તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. પાટણ LCB PI આર. જે. ઉનાગરના જણાવ્યા મુજબ, અન્ય જિલ્લાઓમા
RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ : પાટણમાં તાત્કાલિક ખાલી કરાવી તપાસ શરૂ


પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)ગુજરાતની વિવિધ RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળતાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાને પગલે પાટણ RTO કચેરી ખાતે તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.

પાટણ LCB PI આર. જે. ઉનાગરના જણાવ્યા મુજબ, અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને કચેરી ખાલી કરાવવામાં આવી હતી. કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષાના હેતુસર પરિસરની બહાર મોકલી દેવાયા હતા.

હાલમાં પોલીસ દ્વારા કચેરી પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સાયબર ક્રાઈમની મદદથી ઈ-મેલના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. કચેરી ખાલી કરાતા અરજદારોને મુશ્કેલી પડી હતી, પરંતુ સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande