સોમનાથ-વેરાવળના દરિયો ખેડતા પ્રત્યેક સાગર ખેડૂઓની બોટ ઉપર સદાય માટે ફરે છે સંકટ મોચક હનુમાનજીની ધ્વજા
ગીર સોમનાથ 6 એપ્રિલ (હિ.સ.) : ગીર- સોમનાથ જીલ્લાના બંદરો હોય કે અન્ય જીલ્લાના તેમાં જે બોટ હોય છે. તેમાં એક ધ્વજ અવશ્ય જોવા મળશે અને એ છે હનુમાનજીનો ધ્વજ આ ધ્વજ ઉપર સાગર ખેડુઓને અપાર શ્રદ્ધા હોય છે. સોમનાથના માછીમારો ધાર્મિક તેમજ સેવાભાવી હોય છે અન
સોમનાથ-વેરાવળના દરિયો ખેડતા પ્રત્યેક સાગર ખેડૂઓની બોટ ઉપર


ગીર સોમનાથ 6 એપ્રિલ (હિ.સ.) : ગીર- સોમનાથ જીલ્લાના બંદરો હોય કે અન્ય જીલ્લાના તેમાં જે બોટ હોય છે. તેમાં એક ધ્વજ અવશ્ય જોવા મળશે અને એ છે હનુમાનજીનો ધ્વજ આ ધ્વજ ઉપર સાગર ખેડુઓને અપાર શ્રદ્ધા હોય છે. સોમનાથના માછીમારો ધાર્મિક તેમજ સેવાભાવી હોય છે અને પોતાનો આજીવીકા માટે ઉંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે, ત્યારે આ વ્યવસાય દરિયાને લગતો હોઈ અવાર-નવાર ક્યારેય સંકટો આવતા રહેતાં હોય છે. વીસ-વીસ દિવસની દરિયાની ટ્રીપ હોય છે અને ટમટમતા તારાઓનું આકાશહોય છે. આવા પ્રસંગે બોટમાં ફરકાવાયેલી હનુમાનજીની ધજા તેને મન મંદિર બને છે અને સંકટ સમયે હનુમાન ચાલીસાનું પઠન પણ કરે છે. માછીમાર સમાજને હનુમાનજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે જેથી સંકટ મોચન હનુમાનજીની ધજા કાયમી ધોરણે વાહણોમાં ફરકતી રાખે છે કોઈ - કોઈ વાર તો વહાણ પ્રસ્થાન કરતી વખતે કે નવા વાહણને દરિયામાં પ્રથમ વખત તરતું મુકતી વખતે હનુમાનજીને શ્રીફળ વધેરી પૂજા કરી પછી જ બોટનું પ્રસ્થાન કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande