પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજુરોને કામે રાખનાર જવેલર્સ માલીક/સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી
નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજુરોને કામે રાખનાર જવેલર્સ માલીક/સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી
પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજુરોને કામે રાખનાર જવેલર્સ માલીક/સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી


સોમનાથ, 06 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જીલ્લામાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી/મજુરોને કામે રાખનાર સંચાલક, મજુર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઇ કર્મચારી/મજુરોને કામે રાખનારાઓએ આવા કર્મચારી/મજુરોને કામે રાખે ત્યારે નિયત નમુના મુજબની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવા અંગે જીલ્લા મેજી.સા. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે

ઉપરોકત સુચના અનુસંધાને આજરોજ 06 એપ્રિલ ના રોજ એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે. વિસ્તારમાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી/મજુરોને કામે રાખનાર હોટલ/રેસ્ટોરન્ટ/જવેલર્સો વિગેરે ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. પ્રતાપસિંહ માનસિંહ તથા પો.હેડ.કોન્સ. રાજુભાઈ બાલુભાઇ તથા રણજીતસિંહ મેરુભા નાઓની સંયુકત બાતમી હકીકત આધારે ઉના કુચ કુચ ફળીયામાં આવેલ એચ.એસ.ગોલ્ડ જવેલર્સ ચેક કરતા નીચે જણાવેલ ઇસમે પોતાના જવેલર્સમાં પરપ્રાંતીય મજુરોને કામે રાખી સબંધીત પોલીસ સ્ટેશન જાણ નહી કરતા જવેલર્સ માલીક વિરૂધ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગ અંગેનો ગુન્હો રજી. કરાવેલ.

જવેલર્સ માલીક/સંચાલકનું નામ :-

હારૂનઅલરસીદ અબ્દુલઅઝીમ શેખ ધંધો.જવેલર્સ રહે.ઉના

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande