
જમ્મુ, નવી દિલ્હી, 06 એપ્રિલ
(હિ.સ.) કાશ્મીર ઘાટીને બાકીના ભારત સાથે જોડતો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય
ધોરીમાર્ગ-44 ભૂસ્ખલનને કારણે, બંધ થઈ ગયો છે. કરોલ બ્રિજ અને ચંદર કોટ વચ્ચે ભારે
ભૂસ્ખલન થયું. આજે સવારે લગભગ ૩ વાગ્યે, પર્વત પરથી ખડકો પડ્યા અને કાદવના ભૂસ્ખલનને કારણે, હાઇવેની
બંને બાજુઓ બંધ થઈ ગઈ.
હાલમાં, જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ જતા વાહનો વિવિધ
સ્થળોએ ફસાયેલા છે. આ 247 કિલોમીટર લાંબો હાઇવે, ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય
ધોરીમાર્ગ છે. તે જમ્મુથી શરૂ થતો આ માર્ગ, ઉધમપુર, રામબન (રામસુ) અને બનિહાલ થઈને શ્રીનગર સુધી જાય
છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ