વિનય મુરલીધર ટોંસે એ, યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
નવી દિલ્હી,06 એપ્રિલ (હિ.સ.) વિનય મુરલીધર ટોંસે એ, સોમવારે યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ટોંસે પ્રશાંત કુમારનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ
બેંક


નવી દિલ્હી,06 એપ્રિલ (હિ.સ.)

વિનય મુરલીધર ટોંસે એ, સોમવારે યસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ

એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ટોંસે પ્રશાંત કુમારનું

સ્થાન લેશે, જેમનો વિસ્તૃત

કાર્યકાળ 5 એપ્રિલના રોજ

સમાપ્ત થયો હતો.

વિનય મુરલીધર ટોંસેને ત્રણ વર્ષના કાર્યકાળ માટે, મેનેજિંગ

ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે સત્તાવાર રીતે નિયુક્ત

કરવામાં આવ્યા છે. તેમણે 6 એપ્રિલના રોજ

એમડી અને સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ની મંજૂરી અને

શેરધારકોની મંજૂરીને આધીન છે.

યસ બેંકના જણાવ્યા અનુસાર, 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી બેંકિંગ

નિષ્ણાત ટોંસેએ બેંકના વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ કરવા માટે પ્રશાંત

કુમારનું સ્થાન લીધું છે. ટોંસે ટ્રેઝરી, રિટેલ બેંકિંગ, કોર્પોરેટ બેંકિંગ, આંતરરાષ્ટ્રીય કામગીરી અને સંપત્તિ વ્યવસ્થાપન જેવા

ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ના મેનેજિંગ

ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande