ઇન્દિરા ગાંધીએ આસામને શાંતિનો ટાપુ કહ્યું હતું : મલ્લિકાર્જુન ખડગે
કછાર (આસામ), નવી દિલ્હી, 6 એપ્રિલ (હિ.સ.). કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે સોમવારે સિલચરના બરખોલામાં એક વિશાળ ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી, જેમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર અભિજીત પાલના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ભૂત
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે


કછાર (આસામ), નવી દિલ્હી, 6 એપ્રિલ (હિ.સ.). કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગે સોમવારે સિલચરના બરખોલામાં એક વિશાળ ચૂંટણી રેલીમાં હાજરી આપી હતી, જેમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર અભિજીત પાલના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમણે એક સમયે આસામને શાંતિનો ટાપુ ગણાવ્યું હતું.

રેલીને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આસામની વર્તમાન પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે, છેલ્લા 10 વર્ષથી બરાક ખીણની અવગણના કરવામાં આવી છે અને આ પ્રદેશ વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયો છે.

તેમણે કહ્યું કે, સિલચર ફ્લાયઓવરનું બાંધકામ અધૂરું રહ્યું છે, જ્યારે તારાપુર એલિવેટેડ કોરિડોર પણ અટકી ગયો છે. આ પ્રોજેક્ટ્સની અધૂરીતાને કારણે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખડગેએ આસપાસના વિસ્તારોમાં વાર્ષિક પૂરનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, પૂરથી લોકોના ઘરો ધોવાઈ જાય છે અને પાકનો નાશ કરે છે, પરંતુ સરકાર કાયમી ઉકેલ શોધવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.

પોતાના સંબોધનના સમાપન કરતાં મલ્લિકાર્જુન ખડગેએ, મતદારોને સિલચરમાં કોંગ્રેસના ઉમેદવાર અભિજીત પાલને ચૂંટવા અપીલ કરી અને વિસ્તારમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande