
જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગર યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈ જામનગર દ્વારા RTE (ફ્રી શિક્ષણ)ના વર્ષ 2026ના ઓનલાઇન ફોર્મ ફ્રી માં ભરવાનું હેલ્પ સેન્ટર શરૂ કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા વર્ષ 2009 માં આરટીઇએકટ અમલમાં લાવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ ના તમામ બાળકો ને કોઈ પણ ખાનગી શાળા માં ધોરણ 1 થી 8 સુધી ફ્રી માં એડમિશન મળે છે.
અને સાથે દર વર્ષે 3000 જેટલી રકમ વિદ્યાર્થીઓના ખાતા માં સ્ટેશનરી અને ડ્રેસ પેટે પણ જમા થાય છે. અને આ યોજના માટે તમામ ખાનગી શાળા માં 25% સીટ અનામત રાખવા માં આવે છે.
આરટીઇ 2026 ના ફોર્મ તા. 17/4/26 સુધી ઓનલાઇન પોર્ટલ પર ભરવા ના ચાલુ થવાના છે, જેના માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા આરટીઇ ના ઓનલાઇન ફોર્મ ફ્રી ભરવા નું હેલ્પ સેન્ટર ચાલુ કરેલ છે. લાગુ પડતા તમામ વાલીઓ એ અચૂક મુલાકાત લેવી.
તેમજ વધુ માહિતી માટે ડો તોષીફખાનપઠાણ (88660 55555), શક્તિસિંહ જેઠવા (93268 11111 ), મહિપાલસિંહ જાડેજા (95585 49999) રવિરાજસિંહ ગોહિલ(95325 22222 ) નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt