બિહારના નાલંદામાં, એનઆઇએ-એટીએસની સંયુક્ત છાપામારી
પટના, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) અને આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) ની ટીમોએ સોમવારે સવારે 4 વાગ્યે બિહારના નાલંદા જિલ્લાના લાહેરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લહેરી મોહલ્લામાં એક બંદૂકની
એટીએસ


પટના, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.)

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) અને આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) ની ટીમોએ સોમવારે

સવારે 4 વાગ્યે બિહારના

નાલંદા જિલ્લાના લાહેરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લહેરી મોહલ્લામાં એક બંદૂકની

દુકાન અને એક દાગીનાની દુકાન સહિત 10 સ્થળોએ દરોડા પાડ્યા. આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

અહેવાલોના જણાવ્યા અનુસાર,”શસ્ત્રોની

દાણચોરી કરતી ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં પીકે ગન હાઉસ સહિત, અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

દુકાનમાં સંગ્રહિત શસ્ત્રોના આંકડા અને સ્ટોકનું મેચિંગ કરવામાં આવી રહ્યું છે.”

તપાસ ટીમ લહેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, રામપ્રવેશ કુમારના

પીકે ગન હાઉસ,

ચિકસોરા પોલીસ

સ્ટેશન વિસ્તારમાં મિર્ઝાપુર ગામ અને હિલસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, રામમૂર્તિ

નગરમાં એક સાથે દરોડા પાડી રહી છે. આ કામગીરીમાં આશરે 100 પોલીસ અધિકારીઓ

સામેલ છે. જોકે, સુરક્ષા કારણોસર, સ્થાનિક પોલીસ

સ્ટેશનને, છાપામારીની પહેલાથી જાણ કરવામાં આવી ન હતી.

આ સમગ્ર કામગીરી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર

કરવામાં આવી નથી, અને અધિકારીઓ કોઈ

ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે.

લહેરી પોલીસ સ્ટેશનના પ્રમુખ રણજિત કુમાર રજકે જણાવ્યું

હતું કે,” તેમને વરિષ્ઠ અધિકારીઓ તરફથી એક પત્ર મળ્યો છે, જેના આધારે તેમના

સ્ટેશનના બે પોલીસ અધિકારીઓને આ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.” તેમણે એમ પણ

કહ્યું હતું કે,” તેમને દરોડાના નેતૃત્વ અથવા કારણો વિશે જાણ કરવામાં આવી નથી.”

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande