મુંદ્રા જૈન સમાજનો ઐતિહાસિક મેળાવડો, પ્રથમ વખત તાલુકા સ્તરે ભવ્ય સ્નેહમિલન
કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : મુંદ્રા શહેર અને તાલુકાના સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત વિશાળ સ્તરે સ્નેહમિલન સમારોહનું આયોજન કરી એક નવો ઈતિહાસ રચાયો છે. સમાજને એક સૂત્રમાં બાંધવાનો આ પ્રયાસ માત્ર સામાજિક મેળાવડો નહીં, પરંતુ એકતા, સંસ્કૃતિ અને સહકારની
Jain 2


Jain 1


કચ્છ, 06 એપ્રિલ (હિ.સ.) : મુંદ્રા શહેર અને તાલુકાના સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત વિશાળ સ્તરે સ્નેહમિલન સમારોહનું આયોજન કરી એક નવો ઈતિહાસ રચાયો છે. સમાજને એક સૂત્રમાં બાંધવાનો આ પ્રયાસ માત્ર સામાજિક મેળાવડો નહીં, પરંતુ એકતા, સંસ્કૃતિ અને સહકારની ભાવનાને મજબૂત બનાવતો ઉત્સવ બની રહ્યો છે. રવિવારે સાંજે નાના કપાયા (તા. મુંદ્રા) ખાતે શક્તિનગર ઝીરો પોઈન્ટ નજીક આવેલા સુરભી ગાર્ડનમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર તાલુકા તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને વિશાળ પ્રતિસાદ મળ્યો.

સમારોહના પ્રમુખ તરીકે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા હાજર રહ્યા હતા. આ ઐતિહાસિક પ્રસંગે અનશન વ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ જગશી છેડા પરિવાર દ્વારા અમૂલ્ય યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે હંસાબેન તારાચંદભાઈ છેડા (કાંડાગરા-હાલે ભુજ)નો વિશેષ સહયોગ મળ્યો હતો.

આ પ્રસંગે અનેક દાતાઓએ ઉદારહૃદયે સહકાર આપ્યો હતો. સવિશેષ દાતા તરીકે છાયાબેન વસંતભાઈ ડુંગરશી છેડા પરિવાર (રતાડીયા), માતુ ભાનુમતીબેન માવજીભાઈ મોરારજી દેઢીયા પરિવાર (મોટા કપાયા) તેમજ દિનેશકુમાર કાંતીલાલ મહેતા (ચુનરી મોલ પરિવાર-થરાદવાલા)એ યોગદાન આપ્યું હતું. ઉપરાંત વિશેષ દાતા તરીકે પરીનભાઈ દિલીપભાઈ ગાલા-સાડાઉ (મહાવીર ગ્રુપ) અને કરમશી વાઘજી ધરોડ પરિવાર (વાંકી)નો પણ સહયોગ રહ્યો હતો.

કાર્યક્રમમાં રાજ્ય અને જિલ્લાના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ત્રીકમભાઈ છાંગા (ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી), અનિરૂદ્ધભાઈ દવે (માંડવી-મુંદ્રા ધારાસભ્ય), વિનોદભાઈ ચાવડા (કચ્છ-મોરબી સાંસદ), દેવજીભાઈ વરચંદ, હિતેશભાઈ ખંડોલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. ઉપરાંત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમારોહ દરમિયાન હિતેશભાઈ હિંમતલાલ ખંડોલ અને રેશ્માબેન જીતુભાઈ ઝવેરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે સમાજમાં તેમના યોગદાનની કદર તરીકે નોંધાયું હતું.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ પણ જોવા મળ્યો હતો. પ્રખ્યાત ગાયિકા નીશાબેન સંઘવી અને તેમની ટીમ દ્વારા સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો, જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુત્ર સંચાલન ધીરજભાઈ માવજી છેડાએ સંભાળ્યું હતું.

આ સ્નેહમિલન માત્ર એક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રહી, પરંતુ મુંદ્રા તાલુકાના જૈન સમાજ માટે એક નવા અધ્યાયની શરૂઆત બની રહ્યો છે, જ્યાં ભવિષ્યમાં વધુ એકતા, સહકાર અને વિકાસના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande