


પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)પોરબંદરએલ.સી.બી ઈન્ચાર્જ પો.ઈન્સ આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કાટવાણાથી આદિત્યાણા જતા રસ્તે કાદીનેશ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે દરોડો પડતા મેરા દાનાભાઈ કટારાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દારૂ લી 90 કી.રૂા. 18,000/-તથા દારૂની વાસવાળા પ્લાસ્ટીકના કેરબા નંગ-4 કી.રૂા. 180/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1400 કી.રૂ. 35,000/- તથા આથાની વાસવાળા 200-200 લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-7 કી.ગ્ર 2800/- તથા ખાલી 200 લીટરના પતરાના બોઈલર બેરલ નંગ-૨ કી.રૂા. 800/- તથા ખાલી 200 લીટરના પતરાના ફીલ્ટર બેરલ નંગ-૨ કી.રૂા. 800/- તથા પતરાના 15.15 લીટરના ખાલી ડબ્બા નંગ-25 ની કી.રૂા. 125/- તથા ખાલી પ્લાસ્ટીકના 200 લીટરના બેરલ નંગ-3 ની કી.રૂા. 1200/- તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-2 કી.રૂા. 1000/- મળી કુલ રૂા. 59,905/-નો મુદામાલ મળી આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આરોપી મેરા દાનાભાઈ કટારા વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલામ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya