સુરતમાં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડનાર આરોપી પકડાયો
સુરત, 06 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં 15 વર્ષીય સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર 19 વર્ષીય યુવાનને પોલીસે બે મહિનાની મહેનત બાદ ઝડપી પાડ્યો છે. ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ તપાસ અને ગુપ્ત માહિતીના આધારે આ આરોપીને પંડોળ ફુલવાડી વિસ્
Arrest


સુરત, 06 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરમાં 15 વર્ષીય સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કરનાર 19 વર્ષીય યુવાનને પોલીસે બે મહિનાની મહેનત બાદ ઝડપી પાડ્યો છે. ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ તપાસ અને ગુપ્ત માહિતીના આધારે આ આરોપીને પંડોળ ફુલવાડી વિસ્તારમાંથી કાબૂમાં લીધો હતો. આરોપી સગીરાને સાથે લઈને મધ્યપ્રદેશ ભાગી જવાની તૈયારીમાં હતો.

આ સમગ્ર ઘટના 28 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થઈ હતી, જ્યારે વેડ રોડ વિસ્તારની ત્રિલોક સોસાયટીમાંથી એક કિશોરી અચાનક ગાયબ થઈ ગઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે અજાણ્યા યુવકે લગ્નનું લાલચ આપી સગીરાને તેના વાલીપણા પરથી દૂર લઈ ગયો હતો. મામલાની ગંભીરતા સમજી પોલીસે તરત જ વિશેષ તપાસ શરૂ કરી અને આસપાસના વિસ્તારોના લગભગ 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા.

ટેકનિકલ એનાલિસિસથી આરોપી ‘ગુરુ’ તરીકે ઓળખાયો અને તેનું સ્થાન બારડોલીથી સુરત તરફ હોવાની માહિતી મળી. પોલીસે બાતમીના આધારે જિલાની બ્રિજ નજીક વોચ ગોઠવી અને આરોપી ત્યાં પહોંચતા જ ફિલ્મી અંદાજમાં તેને સગીરાની સાથે પકડી લીધો.

ઝડપાયેલા આરોપીનું નામ ગુરુકુમાર ગોવિંદ શાહ હોવાનું સામે આવ્યું છે, જે બિહારના શિવાન જિલ્લાનો વતની છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને જેલમાં મોકલી દીધો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande