
પોરબંદર, 06 એપ્રિલ (હિ.સ.)થોડા દિવસો પૂર્વે બોખીરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જે અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં ગણતરીના દિવસોમાં લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીને ઝડપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપી અપાયો છે.પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બોખીરા વિસ્તારમાં એક કાર ચાલકે ફરિયાદી લીલાવતીબેનના પતિ નવઘણભાઈ ભોજાભાઈ સગારકાના મોટરસાયકલને ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં નવઘણભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે લીલાવતી બેને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી જે ફરિયાદના આધારે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા નેત્રમ કમાન્ડની મદદથી સીસીટીવીની મદદથી તપાસ કરતા કાર રણજીત પુંજાભાઈ સાદીયાની હોવાનું જાણવા મળતા તેને ક્રાઇમ બ્રાન્ચ લાવી પૂછપરછ કરતા તેણે અકસ્માત સર્જ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે રણજીત પુંજાભાઈ સાદીયાની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.
આ કામગીરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઉદયભાઈ વરૂ રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, HC ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, PC નટવરભાઈ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya