વડાપ્રધાન મોદી અને નડ્ડા આજે આસામમાં, શાહ કેરળ અને પોંડેચેરીમાં પ્રચાર કરશે
નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પાંચ રાજ્યો: પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિ
ભાજપ


નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પાંચ રાજ્યો:

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો

છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના પ્રચારકો દિવસ-રાત કામ કરી રહ્યા

છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે આસામમાં જાહેર

રેલીઓને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કેરળ અને પોંડેચેરીમાં

પણ પ્રચાર કરશે.

ભાજપે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે કે,” વડાપ્રધાન

નરેન્દ્ર મોદી સવારે 11:00 વાગ્યે

બારપેટામાં, બપોરે 1:15 વાગ્યે હોજાઈમાં

અને બપોરે 4:00 વાગ્યે ડીબ્રુગઢમાં

જાહેર રેલીઓને સંબોધિત કરશે. જેપી નડ્ડા પણ આજે આસામમાં રહેશે. તેઓ તિન્સુકિયામાં

બપોરે 12:00 વાગ્યે અને

લખીમપુરમાં બપોરે 2:00 વાગ્યે જાહેર

રેલીઓને સંબોધિત કરશે.”

પાર્ટીના નેતા અમિત શાહ ભાજપના સ્થાપના દિવસ પર, સવારે 10 વાગ્યે કેરળના

તિરુવનંતપુરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ત્યાંથી તેઓ ચૂંટણી પ્રચાર

માટે પુડુચેરી જશે. પોંડેચેરીમાં તેઓ રોડ શો કરશે.

પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે બે તબક્કામાં (23 અને 29 એપ્રિલ) મતદાન થશે, એક તબક્કામાં 23 એપ્રિલે તમિલનાડુમાં 234 બેઠકો માટે, 9 એપ્રિલે કેરળમાં 140 બેઠકો માટે, 9 એપ્રિલે આસામમાં 126 બેઠકો માટે અને 9 એપ્રિલે પોંડેચેરીમાં

30 બેઠકો માટે

મતદાન થશે.

આ બધાના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande