ચૂંટણી આચારસંહિત સંદર્ભે એસ્ટેટ શાખા દ્વારા 200થી વધુ બેનરો, 400 ભીંત ચિત્રો અને 250થી વધુ ઝંડીઓ દૂર કરાઇ
જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આવી રહેલી ચુંટણીની આદર્શ આચાર-સંહિતાના પાલન માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રાજકીય જાહેરાત ધરાવતા 200થી વધુ બેનરો, 400 ભીંત ચિત્રો અને 250થી વધુ ઝંડીઓને દુર કરવાની કામગીરી કરી છે. ચુંટણીની આ
કોર્પોરેશન


જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની આવી રહેલી ચુંટણીની આદર્શ આચાર-સંહિતાના પાલન માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રાજકીય જાહેરાત ધરાવતા 200થી વધુ બેનરો, 400 ભીંત ચિત્રો અને 250થી વધુ ઝંડીઓને દુર કરવાની કામગીરી કરી છે.

ચુંટણીની આચાર સંહિતાની અમલવારી માટે મ્યુ. કોર્પોરેશનની એસ્ટેટ શાખાના દબાણ નિરિક્ષક અધિકારી અનવરભાઈ ગજણની સુચનાથી સ્ટાફ દ્વારા શહેરના લાલ બંગલા વિસ્તાર, ટાઉનહોલથી લઈને સાત રસ્તા થી સરુ સેક્શન રોડ, બેડી બંદર રોડ ઉપર પંચવટી સર્કલથી લઈને અંબર ચોકડી સુધી, એસટી ડેપો રોડ, રણજીતસાગર રોડ, રણજીત રોડ સહિતના વિસ્તારોમાં થાંભલે લાગેલી રાજકીય જાહેરાતો, બેનરો, 400 જેટલા પ્રચારાત્મક ભીંત ચિત્રો, રાજકીય પક્ષોની રપ0 જેટલી ઝંડીઓ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી.

હજી આગામી દિવસો સુધી તંત્ર દ્વારા ચુંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતા કોઈ પણ બેનરો, ભીંત ચિત્રો વગેરે જોવા મળશે, તેને દુર કરવામાં આવશે. તેમ અધિકારી જણાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande