
પોંડેચેરી, નવી દિલ્હી,06 એપ્રિલ (હિ.સ) પોંડેચેરી
વિધાનસભા ચૂંટણીઓ તેમના અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા
અને સાંસદ રાહુલ ગાંધીએ અહીં એક જાહેર રેલી દરમિયાન ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી.
તેમણે બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 2,000 અને સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીનું વચન આપ્યું.
કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, ચૂંટણી
માટે પ્રચાર કરવા માટે 6 એપ્રિલે
તમિલનાડુ પહોંચ્યા હતા. તેઓ દિલ્હીથી ચેન્નાઈ ગયા અને પછી હેલિકોપ્ટર દ્વારા પોંડેચેરી
પહોંચ્યા.
પોંડેચેરીના લોસ્પેટમાં એક જાહેર રેલીને સંબોધતા રાહુલ
ગાંધીએ જાહેરાત કરી હતી કે પોંડેચેરીમાં મહિલાઓને મફત બસ સેવા મળશે. તેમણે વધુમાં
જણાવ્યું હતું કે,” કોંગ્રેસ પાર્ટી પોંડેચેરીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે
પ્રતિબદ્ધ છે.” તેમણે એ પણ જાહેરાત કરી હતી કે, સરકારી નોકરીઓ માટે વય મર્યાદા
વધારીને 40 વર્ષ કરવામાં
આવશે. દરેક પરિવારને ₹20 લાખનો આરોગ્ય
વીમો આપવામાં આવશે, અને કોંગ્રેસ
સરકાર બન્યાના છ મહિનાની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે.
તેમણે કહ્યું કે,” પોંડેચેરીમાં સરકારી અને ખાનગી
ક્ષેત્રમાં રોજગારની તકો વધારવામાં આવશે. અમે બેરોજગાર યુવાનોને દર મહિને બે હજાર
રૂપિયા આપીશું.”
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે,” કેન્દ્રશાસિત પ્રદેશ સરકારે
નકલી દવાના મુદ્દા સામે કોઈ કાર્યવાહી કરી નથી.” તેમણે એમ પણ કહ્યું કે,” શાળાઓ
પાસે દારૂની દુકાનો ખોલવામાં આવી રહી છે અને મંદિરની જમીન વેચાઈ રહી છે.”
ચૂંટણી માટે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે તમામ
રાજકીય પક્ષોના નેતાઓ સક્રિય રીતે પ્રચાર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારાપ્રસાદ રાવ પીવી / વીરેન્દ્ર
સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ