વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં ભર ઉનાળે ચોથુ માવઠુ, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી
- બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના - 12મી એપ્રિલ સુધીમાં ગુજરાતમાં એક જ દિવસ એટલે સાતમી તારીખે વરસાદની આગાહી અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત વરસાદથી થઈ છે. છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં ઘટાડો થયો છે. તો બીજી બાજ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં ભર ઉનાળે ચોથુ માવઠુ, 18 જિલ્લામાં કાલે વરસાદની આગાહી


- બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

- 12મી એપ્રિલ સુધીમાં ગુજરાતમાં એક જ દિવસ એટલે સાતમી તારીખે વરસાદની આગાહી

અમદાવાદ,06 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત વરસાદથી થઈ છે. છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં ઘટાડો થયો છે. તો બીજી બાજુ દેશના અનેક વિસ્તારોના હવામાનમાં પણ બદલાવ આવી રહ્યો છે. કેટલાક રાજ્યમાં વરસાદ, વાદળ ફાટવા અને કરા પડવાની પણ આગાહી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે, 7 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.એ.કે.દાસના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી માધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

અત્યારે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને વાદળછાયુ વાતાવરણ રહેશે. સૌથી વધારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દક્ષિણ કેસ્પિયન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ફેલાયેલું છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક ટ્રફ તરીકે જોવા મળે છે. જે ગુજરાત માટે બિનમહત્વપૂર્ણ બની ગયું છે.

આવતીકાલે એટલે મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande