પાટણમાં વેરા વસૂલાત શરૂ, સમયસર ચુકવણી પર રાહત
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે સોમવારથી વેરા વસૂલાત શરૂ કરી છે. વહેલી સવારથી જ કરદાતાઓની ભારે ભીડ પાલિકા કચેરી અને ગાંધી બાગ સિવિક સેન્ટર ખાતે જોવા મળી હતી. અરજદારોની સુવિધા માટે 6 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે,
પાટણમાં વેરા વસૂલાત શરૂ, સમયસર ચુકવણી પર રાહત


પાટણ, 06 એપ્રિલ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે સોમવારથી વેરા વસૂલાત શરૂ કરી છે. વહેલી સવારથી જ કરદાતાઓની ભારે ભીડ પાલિકા કચેરી અને ગાંધી બાગ સિવિક સેન્ટર ખાતે જોવા મળી હતી. અરજદારોની સુવિધા માટે 6 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં માત્ર 2 થી 4 મિનિટમાં વેરો સ્વીકારી પાવતી આપવામાં આવે છે.

વેરા શાખા કચેરીમાં સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી અને સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરે 04:00 વાગ્યા સુધી વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. કામગીરી સુચારુ રહે તે માટે કર્મચારીઓ માટે દિવસ દરમિયાન રિસેસ સમય પણ રાખવામાં આવ્યો છે. નાગરિકોની સવલત માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા મિનરલ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

સમયસર વેરો ભરનાર માટે ખાસ લાભો જાહેર કરાયા છે. 6 એપ્રિલથી સંપૂર્ણ વેરો ભરનારને 10% ડિસ્કાઉન્ટ મળશે, 30 જૂન સુધી નોટિસ ફીમાંથી મુક્તિ રહેશે, જ્યારે 1 જુલાઈ પછી વેરો ન ભરનાર પર 20% પેનલ્ટી લાગુ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande