
જામનગર, 06 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી જાહેર થયા બાદ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 414 મતદાન મથકો, સિક્કા નગરપાલિકાના 7 વોર્ડ માટે 22 મતદાન મથકોની અને જીલ્લા અને તાલુકા પંચાયતની 136 બેઠકો માટે 712 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચુંટણીમાં કુલ 969398 મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.
મનપાના 16 વોર્ડના 64 સભ્યો માટેની ચુંટણીમાં 2,27,364 પુરુષ અને 2,15,465 સ્ત્રી મળીને કુલ 4,42,829 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેઓ માટે તંત્ર છે. તો સિક્કા નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યો માટેની ચુંટણીમાં 9,886 પુરૂષ અને 9,523 સ્ત્રી મળીને કુલ 19,409 મતદારો નોંધાયા છે. તેઓ માટે 22મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડીયા તાલુકા પંચાયતની 112 બેઠકો ઉપર ચુંટણી યોજાશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 2,74,819 પુરૂષો અને 2,51,750 સ્ત્રી મળીને કુલ 5,26,569 મતદારો માટે 712 મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt