હારીજ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા બહાર છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હોવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)હારીજ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા બહાર છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હોવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અકસ્માત ટાળવા માટે બેરિકેડ મૂકવામાં આવ્યું છે, પરંતુ તેના કારણે ટ્રાફિક વધુ વકરી રહ્યો છે. રવિ પાકની
હારીજ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા બહાર છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હોવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો


પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)હારીજ માર્કેટયાર્ડના મુખ્ય દરવાજા બહાર છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી હોવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અકસ્માત ટાળવા માટે બેરિકેડ મૂકવામાં આવ્યું છે, પરંતુ તેના કારણે ટ્રાફિક વધુ વકરી રહ્યો છે.

રવિ પાકની વેચાણ સિઝન હોવાથી માર્કેટયાર્ડમાં ભારે અવરજવર છે. ખુલ્લી કુંડી અને બેરિકેડ વચ્ચે રસ્તો સંકોચાતા ખેડૂતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

સોમવારે સવારથી જ ટ્રેક્ટર, ટેમ્પા, છકડા અને લોડિંગ રિક્ષા સહિતના વાહનોની લાંબી કતારો લાગી હતી. ખેડૂતોને યાર્ડ સુધી પહોંચવામાં દોઢથી બે કલાકનો વિલંબ થયો હતો.

સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર ચંદુજી ઠાકોરે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સમસ્યા યથાવત્ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande