
સુરત, 06 એપ્રિલ (હિ.સ.) શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા સાળા જીજાએ ભેગા મળી અલથાણ વિસ્તારમાં રહેતી એક કિશોરીનું અપહરણ કરી સચિન વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં તેઓએ ભાડેથી મકાન રાખી કિશોરીને બળજબરીથી પોતાની સાથે રાખી બે થી ત્રણ વાર શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પરિવારજનોએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાળા અને મદદગારી કરનાર જીજા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં શિવનગર પાસે આવેલ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં રહેતો મુસ્કાન મહેમુદ ખાન પઠાણ નામના યુવકે અલથાણ વિસ્તારમાં રહેતી યુવતીને કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મુસ્કાન પઠાણ મળી કિશોરીના ઘરે ગયો હતો. જ્યાં તેમણે પરિવાર સાથે ગેરવર્તણુક કરી એલ ફેલ ગાળો આપી કિશોરીને ઘરમાંથી અપહરણ કરી સચિન વિસ્તારમાં લઈ રહ્યો હતો. જ્યાં મુસ્કાનના તેના જીજા હલીમ ખાન એ સચિન વિસ્તારમાં એક ભાડેથી મકાન રખાવી મદદગારી કરી હતી. ત્યારબાદ મુસ્કાન ખાને કિશોરીને પોતાની સાથે રૂમમાં રાખી બળજબરીથી બે થી ત્રણ વાર બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે બાદમાં કિશોરી તેના પરિવારજનો સુધી પહોંચી હતી અને આ મામલે સઘળી હકીકત જણાવતા તેઓએ મુસ્કાન પઠાણ અને તેની મદદગારી કરનાર હલીમ ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે