
અમરેલી,07 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલાની સરકારી કન્યાશાળાની બાલ વાટીકાથી ધોરણ 8 સુધીની 400 દીકરીઓને જન્મ દિવસ નિમિતે મિષ્ઠ ભોજન અર્પણ કરવામાં આવ્યું.
અમેરિકાના દાતાના જન્મ દિવસ નિમિતે ભોજન પ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચ, નારી શક્તિ વિશે કાર્યક્રમો યોજાયા.
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ મણીભાઈ ચોક રાઉન્ડ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર બે કન્યા શાળામાં બાલ વાટીકા થી ધોરણ 8 સુધી અભ્યાસ કરતી 400 વિધાર્થીનિ દીકરીઓને મૂળ સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામના વતની અને હાલ અમેરિકા રહેતા અતુલભાઈ રણછોડભાઈ રાદડીયાના જન્મ દિવસ નિમિતે તમામ દીકરીઓને શ્રીખંડ, પુરી, શાક, ચોલે ચણા, સલાડ, છાશ, પાપડ સહીતનું મિષ્ઠ ભોજન અર્પણ કરવામાં આવ્યું હતુ.
હાલ અમેરિકા સ્થિત અતુલભાઈ રણછોડભાઈ રાદડિયા અને તેમના ધર્મપત્ની દક્ષાબેન દ્વારા સાવરકુંડલાના વતની અને મુંબઈ સ્થિત ગૌસેવક જયેશભાઈ માટલીયા હસ્તક પોતાના વતનના બાળકો માંટે જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવા માટે શહેરની મધ્યમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર બે કન્યા શાળામાં અભ્યાસ કરતી 400 દીકરીઓ માટે ભોજન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચ, નારી શક્તિ વગેરે વિષયો પર કાર્યક્રમો યોજાયા હતાં.
આતકે સાવરકુંડલા નારી અદાલતના કોડીનેટર હેતલ જોષી દ્વારા દીકરીઓ અને મહિલા ઓને સરળતાથી ન્યાય મળી રહે અને દીકરીઓને પડતી મુશ્કેલીઓ અંગે સમજ અને વિધાર્થીનિ ઓના પ્રશ્ર્નોના જવાબો આપવામાં આવ્યા હતાં. સાવરકુંડલા ટાઉન પોલીસ ઇન્સપેકટર સી.એચ. કુંગસિયા દ્વારા ગુડ ટચ અને બેડ ટચ બાળકોને સલામત રાખવા માટે મહત્વપૂર્ણ માહીતી આપવામાં આવી હતી. તાલુકા શિક્ષણ અધિકારી જે.કે. સરવૈયા દ્વારા વિધાર્થીનિ ઓને અભ્યાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ, બસમાં અપડાઉન માટે વિનામુલ્યે પાસ,અને મહિલાઓમાં સાક્ષરતાદર વધારવા અપીલ કરી હતી.
આતકે સ્વામીનારાયણ ગુરુકુળના કોઠારી અક્ષરમુક્ત સ્વામી, આર્ટ્સ નિઃશુલ્ક હોસ્પીટલના એડમીનીસ્ટ્રેટ ડોક્ટર પ્રકાશ કટારીયા, આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસ.સી. રવિયા, હુમન રાઈટ્સ પ્રોટેક્ષણ ગુજરાત અધ્યક્ષતા યશોધરાબેન પંડ્યા, ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા, નિવૃત ફૌજી અતુલભાઈ જાની, કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રતાપભાઈ ખુમાણ, કન્યા શાળાના આચાર્ય ભારતીબેન રાઠોડ, સી.આર.સી., બી.આર.સી. વિપુલભાઈ દુધાત, સાવરકુંડલા શહેરના ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ દક્ષાબેન ચોટલીયા, ગૌસેવક અને દાતા જયેશભાઈ માટલીયા, અગ્રણી વેપારી હિતેષભાઈ પરમાર જારાવાળા, શ્રીકૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઈ બોરીસાગર, પત્રકાર અમિતગીરી ગોસ્વામી શાળા નંબર બે કન્યા શાળાના શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai