જામનગરના દિગ્વિજય પ્લોટમાં કુતરૂ આડુ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઘવાયલ યુવકનું થયું મોત
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં રસ્તે રખડતા શ્વાને વધુ એક યુવાનનો ભોગ લીધો છે. શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઇ રહેલાં યુવાનના બાઇક આડે કૂતરૂં ઉતરતા અકસ્માત સર્જાયો હતો. બાઇક રોડની સાઇડમાં પડેલાં છોટાહાથી હાથી સાથે અથડાતા યુવાન
આપઘાત મોત


જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં રસ્તે રખડતા શ્વાને વધુ એક યુવાનનો ભોગ લીધો છે. શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઇ રહેલાં યુવાનના બાઇક આડે કૂતરૂં ઉતરતા અકસ્માત સર્જાયો હતો. બાઇક રોડની સાઇડમાં પડેલાં છોટાહાથી હાથી સાથે અથડાતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના સાંઢિયા પુલ, માધવબાગ-1માં રહેતો વિશાલભાઇ જદીશભાઇ કટારમલનામનો યુવાન ગત્ તા.27-3-2026 ના રાત્રીના એકાદ વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના દિગ્વીજય પ્લોટ-58 વિસ્તારમાં કેળાની વખાર પાસેથી પોતાનું જીજે-10-ઇજે-9363 નંબરનું મોટરસાઇકલને પસાર થઇ રહ્યો હતો.

દરમિયાન અચાનક તેના બાઇક આડે કૂતરૂં ઉતરતા બાઇક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઇક રોડની સાઇડમાં પડેલા છોટાહાથીમાં ભટકાયું હતું. આ અકસ્માતમાં વિશાલને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જ રહેતાં મૃત્તકના કાકા મુકેશભાઇ મોહનલાલ કટારમલે પોલીસને જાણ કરતાં સિટી એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande