


અંબાજી, 07 એપ્રિલ (હિ.સ.) અંબાજી થી માત્ર ત્રણ કિલોમીટર દૂર રીંછડી ગામના રીછડીયા મહાદેવ લેક ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા કામગીરી હાથ ધરાય છે ત્યારે વિશેષ આકર્ષણ અંદાજે રૂપિયા 53 કરોડ ઉપરાંતના ખર્ચે રીંછડી ખાતે ઉભો થવા જઈ રહ્યું છે જેનું કાર્ય હાલ પ્રગતિમાં જોવા મળી રહ્યું છે રીંછડી ખાતે મહાદેવજીનું મંદિર પણ નવનિર્માણ પામી રહ્યું છે જેનું જીર્ણોદ્ધાર નું કાર્ય પણ હાલ તબક્કે પુરજોશમાં ચાલી રહ્યું છે એટલું જ નહીં નજીકમાં આવેલો સિંચાઈનો ડેમ ત્યાં મોટું આકર્ષણ યાત્રિકો માટેનું જોવા મળશે આ રીછડીયા મહાદેવ લેક ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા નિર્માણ કાર્ય માં નૌકાવિહાર જેમાં બોટીંગની સુવિધા લેક બ્યુટીફિકેશન અને લેન્ડસ્કેપિંગ સાથે વોકિંગ ટ્રેક અને બેઠક વ્યવસ્થા સાથે લાઈટ અને ફાઉન્ટેન જેવી સુવિધાઓ આ ડેમ વિસ્તારમાં બનાવવામાં આવશે અને જેની કામગીરી હાલ ચાલી રહી છે જ્યાં ફૂડ ઝોન પાર્કિંગ જેવી સુવિધાઓની સાથે ઇન્ફોર્મેશન પ્લાઝા સાથે બે બ્રિજ એમ્પ્લી થિયેટર ડિજિટલ સેન્ટર જેવી અનેક સુવિધાઓ આ રીછડી મહાદેવ મંદિર ની નજીક ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સાથે અંબાજીથી ત્રણ કિલોમીટર અંતર વિસ્તારમાં હોવાથી અહીંયા સુરક્ષાના પુખ્તો બંદોબસ્ત પણ તંત્ર દ્વારા કરવામાં આવશે હાલ આ રીછડીયા મહાદેવ લેક ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત લેન્ડસ્કેપિંગ સાથે વોક વેની કામગીરી ચાલી રહી છે અને ત્રણ જેટલા સેલ્ફી સ્ટેન્ડ પણ ઊંચા બનાવવામાં આવ્યા છે ને અંબાજી ને ગિરિમાળાઓમાં માઉન્ટ આબુ ની જેમ અરાવલીની પહાડીઓ ને જંગલ વિસ્તારમાં એક આ અંબાજી માટેનું નવું આકર્ષણનું કેન્દ્ર ઊભું થશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ