મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામેથી 1000 મહિલાઓ ની નીકળેલી આ ‘દેવી શક્તિ યાત્રા’ અંબાજી પહોંચી
અંબાજી, 07 એપ્રિલ (હિ.સ.) મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામેથી નીકળેલી આ ‘દેવી શક્તિ યાત્રા’ જાણે ભક્તિ અને સંગીતનો એક જીવંત પ્રવાહ બની રહી છે. છેલ્લા 50 વર્ષથી ‘શ્રી કૃષ્ણ ચૈતન્ય સંકિર્તન મંડળ’ દ્વારા ગુંજતી ‘હરે રામ હરે કૃષ્ણ’ની ધૂન હવે અ
Ambaji ma mp thi 1000 mahilao yatra


Ambaji ma mp thi 1000 mahilao yatra


અંબાજી, 07 એપ્રિલ (હિ.સ.) મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ટેમલા ગામેથી નીકળેલી આ ‘દેવી શક્તિ યાત્રા’ જાણે ભક્તિ અને સંગીતનો એક જીવંત પ્રવાહ બની રહી છે. છેલ્લા 50 વર્ષથી ‘શ્રી કૃષ્ણ ચૈતન્ય સંકિર્તન મંડળ’ દ્વારા ગુંજતી ‘હરે રામ હરે કૃષ્ણ’ની ધૂન હવે અંબાજીની પવિત્ર ભૂમિ પર પ્રતિધ્વનિત થઈ રહી છે. પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપા ના 15 વર્ષ થી ધારાસભ્ય બાલકૃષ્ણ પાટીદારના 50 વર્ષના જાહેર જીવનની સુવર્ણ જયંતી નિમિત્તે, નિતિન પાટીદારના નેતૃત્વમાં 1000 મહિલાઓ શ્રદ્ધાના સૂર રેલાવતી અંબાજી પહોંચી હતી. ઢોલ-નગારા અને ભક્તિમય સંગીતના તાલે પાવાગઢથી શરૂ થયેલી આ યાત્રાએ જાણે સમગ્ર રસ્તાને ભક્તિના લયમાં તરબતર કરી દીધો હતો.

અંબાજીના પવિત્ર ચાચર ચોકમાં જ્યારે આ એક હજાર નારી શક્તિએ એકસાથે ગરબે રમવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાંનું વાતાવરણ માતાજીના સ્તુતિગાન અને મધુર ગરબાના સંગીતથી ગુંજી ઉઠ્યું હતું. હાથમાં ધજાઓ લહેરાવતા અને ‘જય જય અંબે’ના જયઘોષ સાથે આ મહિલાઓના સમૂહે સંગીત, સંસ્કૃતિ અને ભક્તિનો એક અનોખો સંગમ રચ્યો હતો. હજારોની સંખ્યામાં ગરબાના તાલ અને માતાજીની આરાધનામાં લીન થયેલી આ મહિલાઓ અંબાજીમાં સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

આ યાત્રા માત્ર એક મુસાફરી નથી, પરંતુ તે ભક્તિના સાત સૂરોમાં વણાયેલો એક ભવ્ય ઉત્સવ છે. અગાઉ અયોધ્યા યાત્રાના ભક્તિસભર આયોજન પછી, આ મહિલાઓની અંબાજી યાત્રાએ સંગીત અને શ્રદ્ધાની સુરાવલીઓ દ્વારા અંબાજી ધામને ભક્તિમય બનાવી દીધું છે. સમગ્ર દેશમાં સુખ અને શાંતિની પ્રાર્થના સાથે ગવાયેલા માતાજીના ગીતો અને ભજનોની સુગંધ આ યાત્રાના દરેક ડગલે અનુભવાય છે, જે આ ધર્મયાત્રાને સંગીત અને શ્રદ્ધાના એક અવિસ્મરણીય પર્વમાં ફેરવી દે છે તેમ નીતિન પાટીદાર પૂર્વ કૃષિ મંત્રી અને બીજેપી ના ધારાસભ્ય ના પુત્ર,ખરગોન મધ્ય પ્રદેશ એ જણાવ્યું હતું

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande