પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં અનામત બેઠકોની જાહેરાત
પાટણ, 07 એપ્રિલ (હિ.સ.)રાજ્ય ચૂંટણી આયોગે પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે જ્ઞાતિવાર અને અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. દરેક વોર્ડમાં 4 બેઠકો છે, જેમાંથી પ્રથમ બે બેઠકો મહિલાઓ માટે અનામત ર
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં અનામત બેઠકોની જાહેરાત


પાટણ, 07 એપ્રિલ (હિ.સ.)રાજ્ય ચૂંટણી આયોગે પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે જ્ઞાતિવાર અને અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. દરેક વોર્ડમાં 4 બેઠકો છે, જેમાંથી પ્રથમ બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. એટલે કે કુલ 44માંથી 22 બેઠકો પર માત્ર મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડી શકશે.

પછાતવર્ગ (OBC) માટે વોર્ડ નં. 2, 4, 5, 7, 8 અને 10માં પ્રથમ બેઠક મહિલાઓ માટે અનામત છે. તેમજ વોર્ડ નં. 1, 3, 6, 9, 10 અને 11માં ત્રીજી બેઠક OBC ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિ (SC) માટે વોર્ડ નં. 3 અને 6માં પ્રથમ બેઠક મહિલાઓ માટે અનામત છે, જ્યારે વોર્ડ નં. 4 અને 5માં ત્રીજી બેઠક SC માટે રાખવામાં આવી છે.

વોર્ડ નં. 2માં અનુસૂચિત આદિજાતિ (ST) માટે એક બેઠક અનામત રાખવામાં આવી છે. બીજી તરફ, વોર્ડ નં. 7, 8 અને 11માં ચોથી બેઠક સહિત ઘણી બેઠકો સામાન્ય વર્ગ માટે ખુલ્લી રાખવામાં આવી છે, જ્યાં બિન-અનામત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે.

આ નવા માળખાના કારણે ઘણા વર્તમાન કાઉન્સિલરોની બેઠકો બદલાઈ શકે છે અને નવા ચહેરાઓને તક મળશે. રાજકીય પક્ષો હવે આ અનામત અને જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande