
ગાંધીનગર,07 માર્ચ (હિ.સ.) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 26 એપ્રિલના રોજ યોજાવાની છે,જેણે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના ઉમેદવારો નક્કી કરવા રાજ્યના અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં યોજાયેલી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. બેઠકની શરૂઆત દક્ષિણ ઝોન અને ત્યાંના સંભવિત ઉમેદવારોના નામો પર ચર્ચાથી કરી હતી. દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણો, જીતની સંભાવનાઓ અને સ્થાનિક સ્તરે મળતી માહિતીના આધારે નામો પર માઇક્રો લેવલ પર વિચારણા કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી,સી.આર.પાટીલ તેમજ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પણ હાજર રહ્યા છે. ઉપરાંત અન્ય વરિષ્ઠ નેતાઓ અને સંગઠનના જવાબદારો પણ બેઠકમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટ્રી બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પાર્ટીની આંતરિક રાજનીતિમાં મોટો ફેરફાર લાવવાની દિશામાં પગલું ભર્યું છે. બેઠકમાં 60 વર્ષની ઉંમર મર્યાદાનો કડક અમલ કરવા સાથે થ્રી-ટર્મ ફોર્મ્યુલા પણ લાગુ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. સાથે જ, પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ ન આપવા જેવા કડક નિયમો પર પણ સહમતી દર્શાવવામાં આવી છે.
આ નિર્ણયોથી પાર્ટીમાં નવી પેઢીને પ્રોત્સાહન મળશે તેમજ જૂના નેતાઓ માટે પડકાર ઉભો થશે, જેના કારણે આવનારી ચૂંટણીમાં રાજકીય સમીકરણોમાં મોટા બદલાવ જોવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝોનવાઈઝ ચર્ચા કરીને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે.
આ બેઠકમાં મનપા (મ્યુનિસિપલ કોર્પોરેશન)ની બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જીતની સંભાવનાઓ, સ્થાનિક ફીડબેક અને મજબૂત ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલ સુધી મંથન થયું હતું. ત્યારબાદ A અને B વર્ગની નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને C અને D વર્ગની નગરપાલિકાઓ માટે અલગ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નગરપાલિકાઓ માટે સ્થાનિક સ્તરે જ મંથન કરીને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેથી સ્થાનિક સામાજિક અને રાજકીય સમીકરણોને વધુ સારી રીતે સંતુલિત કરી શકાય.
આ બેઠકમાં મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ ઝોનવાઈઝ સૂચનો આપ્યા હતા અને ઉમેદવારોના નામોને લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થવાની શક્યતા છે.
આ બેઠકમાં મનપાની બેઠકોને કેન્દ્રમાં રાખીને ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં જીતની સંભાવનાઓ, સ્થાનિક ફીડબેક અને મજબૂત ઉમેદવારોને ધ્યાનમાં રાખીને માઈક્રો લેવલ સુધી મંથન થયું હતું. ત્યારબાદ A અને B વર્ગની નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સી અને ડી વર્ગની નગરપાલિકાઓ અલગ તારવી છે. આ સી અને ડી નગરપાલિકાઓ પર સ્થાનિક નેતાઓ નજર રાખશે. જ્યારે એ અને બી વર્ગની નગરપાલિકાઓ પર પ્રદેશ કક્ષાએથી નજર રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ