એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ, આજે નામશેષ થવાના આરે
10 કરોડના ખર્ચે રતન તળાવનું પુરાણ કરી પ્રોટેકશન વોલ બનાવી વોકીંગ ઝોન નિર્માણ થઈ રહ્યો છે કોઈ તત્વો દ્ધારા તળાવમાં કેમીકલ કે ઝેરી દવા છોડતા હજારો માછલા સાથે કાચબાના પણ મોત 09.99 કરોડના ખર્ચે અમૃત 02.00 યોજના હેઠળ સુરતની ગૌરવ બિર્લ્ડંસને રતન તળાવન
એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે નામશેષ થવાના આરે


એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે નામશેષ થવાના આરે


એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે નામશેષ થવાના આરે


એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે નામશેષ થવાના આરે


એક સમયે આખા ભરૂચ શહેરની તરસ છીપાવતું રતન તળાવ આજે નામશેષ થવાના આરે


10 કરોડના ખર્ચે રતન તળાવનું પુરાણ કરી પ્રોટેકશન વોલ બનાવી વોકીંગ ઝોન નિર્માણ થઈ રહ્યો છે

કોઈ તત્વો દ્ધારા તળાવમાં કેમીકલ કે ઝેરી દવા છોડતા હજારો માછલા સાથે કાચબાના પણ મોત

09.99 કરોડના ખર્ચે અમૃત 02.00 યોજના હેઠળ સુરતની ગૌરવ બિર્લ્ડંસને રતન તળાવનું કામ અપાયું

દબાણોને દૂર કર્યા નથી ને તળાવની ફરતે પુરાણ કરી દેવાતા ઈતિહાસના ચોપડામાંથી નામશેષ થશે

ઐતિહાસિક રતન તળાવનો એક બાજુનો ભાગ માટી પુરાણ કરી બિલ્ડરને પધરાવવામાં આવે તેવી વકી

ભરૂચ 07 એપ્રિલ (હિ.સ.)

ભરૂચ જિલ્લામાં એક સમયે આખા ભરૂચવાસીઓની તરસ છીપાવતું અને અમૃત ગણાતું પાણી આ તળાવનું હતું અને એટલા માટે તેનું નામ રતન તળાવ પડયું પરંતુ સમય જતાં તંત્ર દ્ધારા તળાવની દેખરેખ ન રખાતા ધીરે ધીરે રતન તળાવ સાંકડું થતું ગયું અને સ્થાનિકોના વિરોધ વંટોળ બાદ રતન તળાવને બ્યુટીફીકેશન કરાવવા માટે અને વોકીંગ ઝોન બનાવવા માટે 09.99 કરોડ રૂપિયા મંજુર થતાં રતન તળાવનું પુરાણ કરીને કામ કરવામાં આવી રહયું હોય અને તેમાંય રાત્રીના સમયે કોઈક તત્વો દ્ધારા તળાવમાં રસાયણ કે ઝેરી દવા છોડવામાં આવતા હજારો માછલાના મોત થતાં નગર પાલિકા દ્ધારા તળાવમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નર્મદા નદી જેટલું જ ઈતિહાસ ધરાવતું રતન તળાવ કે જે વર્ષો પહેલા આખા ભરૂચ શહેરવાસીઓની તરસ છીપાવતું રતન તળાવ ધીરે ધીરે સાંકળું થતું ગયું અને એક નાનકડું તળાવ બની ગયું અને આ તળાવમાં લોકોએ પોતાના મળ–મુત્રના ડ્રેનેજ લાઈનના સીધા જ કનેકશન છોડી દીધા જેના કારણે એક સમયનું અમૃતજળ ગણાતું રતન તળાવ ગંદકીથી ખદબદતું થતાં રતન તળાવનો જ એક હિસ્સો મોતીલાલ વીણ બાગની સામે આવેલ સેવન એકસ કોમ્પલેક્ષની પાછળની સાઈડનો મોટો હિસ્સો કે જે તળાવ હતુ ત્યા પણ ધીરે ધીરે લોકો પુરાણ કરી રહેતા થયા અને હવે ઘણાં બિલ્ડરોની આ જમીન ઉપર નજર હોવાથી ઘણાં સમયથી ઝુપડા બાંધીને રહેતા લોકોને નોટીશ પણ આપીને સ્થળ ઉપરથી ખસી જવા માટે પણ કહેવાયું હોય અને રતન તળાવનો ગણ્યો ગાઠયો હિસ્સો રહેલો હોય અને આ રતન તળાવમાં પણ મોટા પ્રમાણમાં લોકોએ દબાણ કરેલું હોય અને તેમાંય તંત્રની ઉદાસીનતા કારણે ગંદકીથી ઊભરાતું તળાવમાં હજારો માછલાઓના મોત થતાં સ્થાનિકોએ દુર્ગધથી ભારે તોબા પોકારી ઉઠયા હોય તેવા આક્ષેપો સાથે લોકો મેદાનમાં ઉતરી ગયા છે.

રતન તળાવનો ઐતિહાસીક વારસો જાળવી રાખવા અને સ્થાનિકોની વારંવાર રજુઆત બાદ ભરૂચ નગર પાલિકા દ્ધારા પણ અમૃત 2.0 યોજના અંતર્ગત 9 કરોડ 99 લાખ રૂપિયા રતન તળાવની ફરતે પ્રોટેકશન વોલ સાથે વોકીંગ ઝોન માટે મંજુર થતાં તેનું કામ સુરતના ગૌરવ બિલ્ડરને સોંપાયું છે અને હાલ તળાવમાં જ માટીનું પુરાણ કરીને વોકીંગ ઝોન બનાવવામાં આવી રહયું છે જેના કારણે ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ નાનુ અને સાંકળું થશે. જેના કારણે લોકોમાં પણ સવાલો ઉભા થયા છે કે આવનાર સમયમાં ઐતિહાસિક વારસો ધરાવતું રતન તળાવ નામશેષ પણ થઈ શકે છે.

જો કે રતન તળાવમાં કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં જે તળાવોમાં સ્થાનિક રહીશોના મળ–મુત્રના સીધા જ કનેકશનો આપી દેવામાં આવેલો હોય તો રતન તળાવનું શુધ્ધીકરણ કેવી રીતે થશે સ્થાનિક રહીશો પોતાના ખાળ–કુવા નહી બનાવે અને ઘર વપરાશ અને મળમુત્રના પાણીના કનેકશન સીધા જ રતન તળાવમાં છોડવામાં આવે તો રતન તળાવ પાછળ કરોડો રૂપિયા બગાડવાનું કેટલું યોગ્ય...? હાલ તો રતન તળાવમાં માછલાઓ અને કાચબાઓના મોતથી અને ગંદકીના સામ્રાજયથી દુર્ગધથી તોબા પોકારી ઉઠયા હોવાના અહેવાલો મળી રહયા છે.

રતન તળાવમાંથી સવારથી જ અત્યંત દુર્ગધ આવતાં તંત્રને જાણ કરાઈ છે : શ્રધ્ધાબેન સ્થાનિક રહીશ

રતન તળાવ એક ઐતિહાસિક તળાવ છે પરંતુ આને વિકસીત કરવામાં તંત્રની ઉદાસીનતાના કારણે આજે એક નાનકડું તળાવ બની ગયું છે સવારે તળાવમાં સંખ્યાબંધ મૃતક માછલાઓ જોઈ કોઈએ કેમીકલ કે પાણી છોડયું હોય તેવું માનવું છે પરંતુ ઉનાળાના તાપના કારણે મૃતક માછલાઓની દુર્ગંધથી સ્થાનિકોએ ઘરના દરવાજા બંધ કરીને ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે દુર્ગંધને કારણે ભયંકર રોગચારાની દહેશત સતાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

9 કરોડ 99 લાખના ખર્ચે રતન તળાવનું રીનોવેશન ચાલી રહયું છે : નગર પાલિકા ચીફ ઓફીસર હરેશ અગ્રવાલ

ભરૂચ નગર પાલિકા હેઠળ આવતા ઐતિહાસિક રતન તળાવ માટે અમૃત 2.0 યોજના હેઠળ 09.99 કરોડ મંજુર થયા છે અને રતન તળાવનું રીનોવેશન અને બ્યુટીફીકેશન તથા વોકીંગ ઝોન બનાવવાનું કામ સુરતની ગૌરવ બિલ્ડર્સ એજન્સીને કામ અપાયું છે અને આગામી 31 જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું છે હાલમાં તળાવમાં જળચર જીવોના મોત થયા છે તેવી જાણ થઈ છે જેથી રોગચાળો ન ફેલાઈ તે માટે તળાવમાં રહેલા માછલા અને ગંદકીના સામ્રાજયને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવું નગર પાલિકાની ચીફ ઓફીસરે કહયું હતું.

રતન તળાવમાં 450 થી 500 વર્ષની આયુષ્ય ધરાવતા કાચબાઓનું આશ્રય સ્થાન : સુરેશ વસાવા સથાનિક રહીશ

ભરૂચમાં ઐતિહાસીક રતન તળાવ આવેલું છે અને તેમાં 450 થી 500 વર્ષની આયુષ્યના મહાકાય કાચબાઓનું આશ્રય સ્થાન છે વારંવાર રતન તળાવમાં ગંદકી અને રહેણાંક વિસ્તારના મળ–મુત્રને કારણે કાચબાઓના મોત નિપજયા છે .અમોએ મૃતક કાચબાઓને લઈને કલેકટર કચેરીમાં આંદોલન કર્યું છે ઉપવાસ ધરણા કર્યા છે ત્યારે રતન તળાવની ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે અનેક કાર્યક્રમો આપ્યા બાદ હાલમાં તળાવને વિકસીત કરવાની કામગીરી કરાઈ રહી છે પરંતુ તેમાંય તળાવની અંદર પુરાણ થતું હોય તે ગંભીર બાબત હોય જેનાથી કાચબાઓને પણ નુકાશાન થતું હોવાનું અમારું માનવું છે.

રતન તળાવની જમીન ઉપર બિલ્ડરોની નજર છે : જીવણલાલ ડોડીયા સ્થાનિક રહીશ

ભરૂચના સોનેરી મહેલ રોડ ઉપર સેવન એકસ નિર્માણ કરાયું છે અને બિલ્ડરને લાભ કરાવવા માટે 1 કરોડની પ્રોટેકશન વોલ પણ નગર પાલિકાએ બનાવી આપી હતી અને તેની પાછળ રતન તળાવમાં ઘણું પુરાણ કરી સુકી જમીન થઈ ગઈ છે અને ઘણાં ઝુપડાઓ પણ છે જેને ખસી જવા નોટીશ પણ આપી છે પરંતુ આ ઐતિહાસિક રતન તળાવ ઉપર ઘણાં બિલ્ડરોની નજર હોય જેને લઈ આવનાર સમયમાં રતન તળાવની જમીન બિલ્ડરોને પધરાવી દેવામાં આવે તો નવાઈ નહીં એવું અમો સ્થાનિક રહીશોનું માનવું છે.

આખા ભરૂચમાં પ્રસરેલું રતન તળાવ આજે 6.24 એકરમાં પૂરતું રહી ગયું

ભરૂચ શહેરને પીવાનું અમૃત સમાન ગણાતું પાણી અને તેજ તળાવનું નામ પણ રતન તળાવ જે તે વખના લોકોએ કર્યું હતું ભરૂચ શહેરનું ઐતિહાસિક રતન તળાવ આજે માત્ર 6.24 એકર પૂરતું રહી ગયું હોય અને તેમાંય ગંદકીથી ખદબદતું આ રતન તળાવ પર તંત્ર ઐતિહાસિક વારસો જાળવી રાખવા માટે અને 400 થી 500 વયના કાચબાઓની સુરક્ષા કરવામાં મહત્વનો નિર્ણય કરે તે પણ જરૂરી છે.

રતન તળાવનું પુરાણ કોના ઇશારે થયું છે હેર્મેન્દ્ર કોઠીવાલા પૂર્વ નગર સેવક

રતન તળાવ નજીક રતન તળાવ જે પાણી હતું તેની ઉપર પુરાણ કરી દેવામાં આવ્યું છે તે કોના ઇશારે થયું અને જે ઝુંપડા વાસીઓ છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે એટલે સ્વાભાવિક રીતે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે કરોડો રૂપિયાની જમીન ખાનગી બિલ્ડરને પધરાવી શકે છે કારણ કે નગરપાલિકા એ જ પોતે જ એક કરોડના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવી તળાવ નજીક બિલ્ડરને શોપિંગ સેન્ટર ઊભું કરવા માટે લહાણી કરાવી હતી જેનો વિવાદ પણ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે અને જે રતન તળાવનું એક બાજુનું પુરાણ થયું છે તેની જમીન કરોડ રૂપિયાને આંબે છે.

જેમ બિલ્ડરને એક કરોડની ગેબિયન વોલ પધરાવી તેમ જગ્યા પણ બિલ્ડરોને પધરાવાશે સમસાદ અલી સૈયદ વિપક્ષ નેતા

ભરૂચ નગરપાલિકાએ બિલ્ડરને લહાણી કરાવવા માટે સેવન એક્સ શોપિંગ સેન્ટરના બિલ્ડરને નગરપાલિકાએ એક કરોડની ગેબીયન વોલ બનાવી આપી હતી જેનો વિવાદ પણ ગંભીર ચાલ્યો હતો એટલે સ્વાભાવિક છે કે ગેબિયન વોલ પાસે બનેલા સેવાના શોપિંગની પાછળ મોટા પ્રમાણમાં રતન તળાવનું પુરાણ થઈ ગયું છે અને આવનાર સમયમાં બિલ્ડરોને પધરાવી દેવામાં આવે તો નવાઈ નહીં નગરપાલિકાના બોર્ડમાં અનેક વખત આ બાબતે વાંધા પણ રજૂ થયા છે પરંતુ સત્તાપક્ષ બહુમતીના જોરે બિલ્ડરોને છાવરતું રહ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande