ભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ
ભાવનગર, 07 એપ્રિલ (હિ.સ.)ભાવનગર યાત્રીઓ તેમજ રેલવે કર્મચારીઓને વધુ સારી પાણી પુરવઠા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા જેતલસર સ્ટેશન પર એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જૂની સી-વેલ સ્ટીલ ટાંકીના સ્થાને આધુનિક આર.
ભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ


ભાવનગર, 07 એપ્રિલ (હિ.સ.)ભાવનગર યાત્રીઓ તેમજ રેલવે કર્મચારીઓને વધુ સારી પાણી પુરવઠા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા જેતલસર સ્ટેશન પર એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જૂની સી-વેલ સ્ટીલ ટાંકીના સ્થાને આધુનિક આર.સી.સી. ઓવરહેડ (OH) ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલી આર.સી.સી. ઓવરહેડ ટાંકીની ક્ષમતા 2.25 લાખ લિટર છે તેમજ સંપ (Sump) ની ક્ષમતા 2.50 લાખ લિટર છે. ટાંકીની ઊંચાઈ 20 મીટર છે, જેના કારણે પાણી પુરવઠામાં પૂરતો દબાણ અને સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

આ કાર્ય પર અંદાજે રૂ. 90 લાખનો ખર્ચ થયો છે. પ્રોજેક્ટનું કામ 06 મે 2025 ના રોજ શરૂ થયું હતું અને 08 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થયું હતું. ત્યારબાદ 31 માર્ચ 2026 ના રોજ આ ટાંકીનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું હતું.

આ નવી વ્યવસ્થા દ્વારા કુલ 116 કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં 113 સ્ટાફ ક્વાર્ટર્સ તથા 03 સેવા ઇમારતો (સી.એચ.આઈ. ઓફિસ, જી.આર.પી. ઓફિસ અને એસસી/એસટી ઓફિસ) નો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ માત્ર પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ રેલવે કર્મચારીઓ અને સંબંધિત કચેરીઓને વધુ સારી સુવિધા પૂરી પાડી તેમના કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થશે.

પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ યાત્રીઓ અને કર્મચારીઓની સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આવી વિકાસાત્મક યોજનાઓ દ્વારા આધુનિક અને સુવિધાસભર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande