પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ,25 કરોડના મેથામ્ફેટામાઈન સાથે બેની રાજસ્થાનથી ધરપકડ
અમદાવાદ,07 માર્ચ (હિ.સ.) ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે આશરે પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સના 5 કિલો સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત અને રાજ
પાકિસ્તાનથી વોટ્સએપથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ,25 કરોડના મેથામ્ફેટામાઈન સાથે બેની રાજસ્થાનથી ધરપકડ


અમદાવાદ,07 માર્ચ (હિ.સ.) ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે આશરે પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સના 5 કિલો સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

ગુજરાત અને રાજસ્થાન એટીએસએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની નેશનલ હાઈવે 68 પરથી ગઈકાલે ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મલગર મારફતે મેળવી તેના મળતિયાઓને ડિલીવરી કરે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

એટીએસના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.પટેલને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે બંન્ને રાજ્યની સંયુક્ત એટીએસની ટીમે રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર પેટ્રોલિંગ સાથે નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારે 6 એપ્રિલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ ઈકોને અટકાવવામાં આવી હતી. જેમાં ચેકિંગ કરતા બે શખસ પાસેથી પીળા રંગની થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યા હતા.

વિગતે વાત કરીએ તો ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજસ્થાનના બે ઈસમો શંકરરામ અને સલમાન રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી મેથામ્ફેટામાઈન નામક નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મગલર મારફતે લઈ તેના મળતિયાઓને ડિલીવરી કરવા આવી રહ્યા છે. આ બાતમીના આધારે ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમે જેસલમેર અને બનાસકાંઠા વચ્ચે વોચ ગોઠવી હતી.

સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર સઘન પેટ્રોલિંગ સાથે નાકાબંધી ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન વાહનોની તપાસ વખતે એક શંકાસ્પદ ઇકો કારનું ચેકિંગ કરતા અંદરથી બે શખ્સો શંકરરામ અને સલમાન પાસેથી એક પીળા રંગની થેલી મળી આવી હતી. આ પારદર્શક થેલીઓમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેની પ્રાથમિક તપાસ કરતા આ પદાર્થ પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન હોવાની પુષ્ટિ થઈ હતી.

બાદમાં આ મેથામ્ફેટામાઈનના જથ્થાનો વજન કરતા તે 05 કિલોગ્રામ હોવાનું માલુમ પડ્યું હતું. જેની બજાર કિંમત રૂપિયા 20 થી 25 કરોડ અંકાઈ છે. જેથી આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવતા એટીએસએ તેને જપ્ત કરી, કારમાં સવાર બંને ઈસમો શંકરરામ રમેશરામ તથા સલમાન લાલાખાનની સ્થળ પરથી અટકાયત કરી હતી અને રાજસ્થાનના બારમેર જિલ્લાના સુંદર બારમેર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

કાર્યવાહી દરમિયાન આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, આ નશીલો પદાર્થ મેથામ્ફેટામાઈન પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેનારા મસાત રાખો મુબારક નામના વ્યક્તિ દ્વારા પાકિસ્તાનથી સરહદ પાર કરાવી રાજસ્થાનના બારમેર જિલ્લામાં ડ્રોપ કરાવ્યો હતો. જ્યાંથી બંને આરોપીઓ શંકરરામ અને સલમાને આ માલ ઉઠાવ્યો હતો. જે મામલે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો જેવા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવાઓ પણ મળી આવ્યા છે, ત્યારે જે આ પાકિસ્તાન સાથે જોડાયેલું આ ડ્રગ્સ નેટવર્ક અંગે આગામી સમયની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande