ગીર સોમનાથ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ઉમેદવારી પત્ર રજૂ કરવા માટેના સ્થળો પ્રસિદ્ધ
ગીર સોમનાથ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની
ગીર સોમનાથ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ઉમેદવારી પત્ર રજૂ કરવા માટેના સ્થળો પ્રસિદ્ધ


ગીર સોમનાથ, 07 એપ્રિલ (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની સામાન્ય ચૂંટણી આગામી તા.૨૬/૦૪/૨૦૨૬ના યોજાનાર છે. રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૦૧/૦૪/૨૦૨૬ ના આદેશથી ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ(કોડીનાર સિવાય)ની ચૂંટણી યોજવા માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

સ્થાનિક સ્વરાજયના એકમોની ચૂંટણી માટે તા.૦૬/૦૪/૨૦૨૬ થી ઉમેદવારી ફોર્મ/ નોમીનેશન ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઈ છે. જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ / નોમીનેશન ફોર્મ રજૂ કરવા માટેના સ્થળો પ્રસિદ્ધ કરાયા છે. તા.૦૬/૦૪/૨૦૨૬ થી તા.૧૧/૦૪/૨૦૨૬ સુધી, સમયઃ૧૧:૦૦ કલાક થી ૧૫:૦૦ કલાક સુધી રજૂ કરી શકાશે. આ સંબંધિત અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરની એક યાદીમાં જણાવાયું છે.

સ્થાનિક સ્વરાજ્ય એકમોનું નામ, સીટનો નંબર અને નામ, ચૂંટણી અધિકારીનો હોદ્દો અને ફોર્મ મેળવવા-રજૂ કરવા માટેના સ્થળની વિગતો નીચે મુજબ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande