સુત્રાપાડા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા મુદ્દામાલ સહિત બે બુટલેગર ઝડપાયા
સોમનાથ,7 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રેન્જ IGના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટ્રાઈકિંગ ફોર્સે સુત્રાપાડા તાલુકામાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ પર તાબ
સુત્રાપાડા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર


સોમનાથ,7 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રેન્જ IGના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટ્રાઈકિંગ ફોર્સે સુત્રાપાડા તાલુકામાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ પર તાબડતોબ દરોડા પાડી બે અલગ-અલગ સ્થળોએથી કુલ ₹98,450 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટ્રાઈકિંગ ફોર્સનો સ્ટાફ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે લાટી ગામના વાછરા દાદા વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ચાલુ હાલતમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ હતી. રેડ દરમિયાન સ્થળ પરથી આશરે 140 લિટર તૈયાર દેશી દારૂ, 1900 લિટર આથો તથા દારૂ બનાવવાના વિવિધ સાધનો મળી કુલ ₹78,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં ઘટનાસ્થળેથી વિશાલ વીરાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે કાના કરશનભાઈ સોલંકી ફરાર થઈ ગયો હતો.

આ ઉપરાંત, સુત્રાપાડાના નાગથણી વાડી વિસ્તારમાં પણ સ્ટ્રાઈકિંગ ફોર્સે સચોટ કાર્યવાહી કરતાં વધુ એક ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો હતો. અહીંથી દેશી દારૂ અને આથાનો જથ્થો મળી કુલ અંદાજે ₹19,490નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવમાં અકરમ ભીખુ મલેકને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે રમેશ રાજા બારડ ફરાર હોવાનું સામે આવ્યું છે.

બંને બનાવોને લઈને સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તલાશી કામગીરી તેજ બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેન્જ IG તરીકે ચાર્જ સંભાળનાર રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં દારૂ અને જુગાર જેવા અસામાજિક તત્વો સામે કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્ટ્રાઈકિંગ ફોર્સની આવી સતત કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધો કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે, તેમજ કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં પોલીસ તંત્રને સફળતા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande