
સોમનાથ,7 એપ્રિલ (હિ.સ.) વેરાવળ સીટી પીઆઈ જે.એન.ગઢવી,કોડીનાર પો.સ્ટે.પીઆઈ એમ.કે.વણારકા તેમજ બન્ને પો.સ્ટે.ના સવૅલન્સ સ્ટાફ તેમજ ચોકી સ્ટાફ તથા પોલીસ સ્ટેશનના સાઇબર ક્રાઇમના સ્ટાફ દ્રારા જાહેર જનતાના કિંમતી દર-દાગીના,રૂપીયા કીમંતી દસ્તાવેજ તેમજ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાઓ વધુ પ્રમાણમાં બનાતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને પરત અપાવવા કર્તવ્યશીલ રહી ત્વરીત કાયૅવાહી કરી.
સોમનાથ જિલ્લામાં વેરાવળ માં સને-૨૦૨૬ ના ચાલુ વષૅ કુલ-116 ફરીયાદીઓ/અરજદારોને દર-દાગીના,રૂપીયા,કીમંતી દસ્તાવેજો તથા મોબાઇલ વાહનો સહિત કુલ રૂ.36,06,284 મુજબનો મુદામાલ શોધી આપી જે-તે સ્થિતિમાં મુળ માલીકોને પરત સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાર્થક કરેલ છે.જેમાં 6,76,000 ના દાગીના, જ્યોઈટબેન ભુવાને 6,85,000 રોકડ,35 વિદ્યાર્થીઓ ના અસલ ડોક્યુમેન્ટ,4 બાઇક 1,65,000 , 50 મોબાઈલ 8,04,138 રૂ.,સાયબર ફ્રોડ ના 12,66,146 .આમ કુલ રૂ.36,06,284 જેમાં કોડીનારના સાયબર ક્રાઈમ ના કુલ 36 અરજદારોને 8556560 નો પણ સમાવેશ થતા કુલ 157 અરજદારોને તેરા તુઝકો અર્પણ અંતર્ગત પરત કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ