ભાવનગર-પાટણમાં વંટોળ સાથે ધોધમાર વરસ્યો વરસાદ,ખેડૂતોની વધી ચિંતા
અમદાવાદ,07 માર્ચ (હિ.સ.) શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે આજે (સાતમી એપ્રિલ) રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. બપોર થતાં થતાં તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્ય
Heavy rain with cyclone in Bhavnagar-Patan


અમદાવાદ,07 માર્ચ (હિ.સ.) શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે આજે (સાતમી એપ્રિલ) રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. બપોર થતાં થતાં તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

ત્યારે ભરઉનાળામાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડ્યો છે

રોજ પાટણ જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થયું છે. ભરઉનાળે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસ્યું માવઠું થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ત્યારે પંથકના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

ઊંઝા શહેરમા અચાનક બપોરના સમયે હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે વરસાદને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પવન સાથે વરસાદને લઈ દુકાનોના હોલ્ડિંગ અને બેનરો પણ પડી જવા પામ્યા હતા.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. મહેસાણા શહેર સહિત વિસનગર, બહુચરાજી અને સાંપાવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉનાળાની શરૂઆતે થયેલા આ માવઠાને કારણે વાતાવરણમાં પલટો તો આવ્યો છે, પરંતુ અચાનક ત્રાટકેલા આ વરસાદ અને પવનને પગલે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિસનગરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો થતા જોરદાર પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદે વિસનગરમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. અચાનક વરસાદને કારણે વિસનગરમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે.

મહેસાણા, વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande