સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા મહત્વની બેઠક.
પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણી-2026 દરમ્યાન પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ચૂંટણી શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા ચુંટણીલક્ષ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા મહત્વની બેઠક.


સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા મહત્વની બેઠક.


સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા મહત્વની બેઠક.


પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણી-2026 દરમ્યાન પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ચૂંટણી શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા ચુંટણીલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ અધિક્ષક કચેરી ખાતેના કાઈમ કોન્ફરન્સ હોલમાં જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી-2026 દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બનાવવા સારૂ તથા ચુંટણી શાંતિમય અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ચુંટણીલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા દ્વારા ચુંટણી દરમ્યાન કોઈ અનિશ્ચનીય બનાવ ન બને તે માટે માથાભારે ઈસમો વિરૂધ્ધ પાસા, તડીપાર વિગેરે જેવા અટકાયતી પગલા લેવા., પ્રોહિબીશનની પ્રવૃતિને ડામવા વધુમાં વધુ સફળ રેઇડો કરી દારૂબંધીની કડક અમલવારી કરવા સંબંધે સુચના, તમામ પો.સ્ટે. દ્વારા સોશયલ મીડીયા પર સતત વોચ રાખી મોનીટરીંગ રાખવા, NBW વોરંટની અસર કારક બજવણી કરવા સંબંધે વધુમાં વધુ બજવણી કરી વોરંટના આરોપીઓને પકડી કોર્ટ હવાલે કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ કુતિયાણા પો.સ્ટે વિસ્તારમાં ચૌટા, જુણેજ, ખાગેશ્રી, માધવપુર પો.સ્ટે વિસ્તારમાં ગુંદાળી ચેક પોસ્ટ, મિયાણી મરીન પો.સ્ટે વિસ્તારમાં મિયાણી ચેક પોસ્ટ, રાણાવાવ પો.સ્ટે વિસ્તારમાં હનુમાન ગઢ અને બગવદર પો.સ્ટે. વિસ્તારમાં અડવાણા, ગોઢાણા, રોજીવાડામાં ચેક પોસ્ટ બનાવવા ઉપરાંત સંવેદનશીલ બુથનું મોનિટરિંગ રાખવા જે વિસ્તારો અથવા મતદાન મથકો અગાઉના બનાવોને આધારે સંવેદનશીલ જાહેર કરાયા હોય, ત્યાં અર્ધલશ્કરી દળો (Paramilitary Forces) તૈનાદ કરવા અને સતત વોચ રાખવી., ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તથા ગર્વ ટિમ દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ બને ત્યારે તુરંત પહોંચી શકાય તે માટે ORT ને સ્ટેન્ડ-બાય રાખવા સંબંધે તથા દિવસે તથા નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવા અને ગંભીર ગુનાના આરોપીઓ, હિસ્ટ્રીશીટર, MCR, બુટલેગર્સ, ટપોરીઓ વિગેરેને વારંવાર ચેક કરી તેની પ્રવૃતિ પર વોચ રાખવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ચુંટણીલક્ષી મીટીંગમાં પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્ય મથક નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, પોરબંદર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ, રાણાવાવ ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા તથા જીલ્લામાં નવા નિમણુંક પામેલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તમામ થાણા બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande