કિડાણા ગામે “સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ” : ચૂંટણી પૂર્વે પોલીસનું કડક એક્શન, અસામાજિક તત્વોમાં ખળભળાટ
કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સામાન્ય અને પેટા ચૂંટણીઓને પગલે આદર્શ આચાર સંહિતા અમ
Gdm 3


Gdm 2


Gdm 1


કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સામાન્ય અને પેટા ચૂંટણીઓને પગલે આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાને કારણે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા ગામે “સ્પેશિયલ કોમ્બિંગ નાઈટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

મ્હે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજની સુચના તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા પણ ટીમોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાની આગેવાની હેઠળ વિવિધ પોલીસ ટીમોએ કિડાણા ગામમાં રહેતા અને અગાઉ ગુનાખોરીમાં સંડોવાયેલા ઇસમોની હાલની પ્રવૃત્તિઓની ચકાસણી માટે તેમના રહેણાંક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે વ્યાપક વાહન ચેકિંગ અને પ્રોહિબિશન સંબંધિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આ સ્પેશિયલ કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા કુલ ૩૯ એમ.સી.આર. ચેક અને ૩ એચ.એસ. ચેક કરવામાં આવ્યા હતા. પ્રોહિબિશનના ૩ કેસ નોંધાયા હતા, જ્યારે એમ.વી.એક્ટની કલમ ૧૮૫ હેઠળ ૭ કેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૧૮ બુટલેગરોની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે કડક કાર્યવાહી કરતાં એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ ૯ વાહનો ડિટેઇન કર્યા હતા. ઉપરાંત ૪૫ અસામાજિક તત્વોની તપાસ, ૮ જાણીતા જુગારિયાઓની ચકાસણી તથા ૧૯૮ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ૨૧ શકમંદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી.

જાહેર સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૧૨ અવાવરૂ જગ્યાઓ, ૧૪ હોટલ-ધાબાઓ તથા ૮ સંભવિત દંગા-પડાવ વિસ્તારોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એન. વાઢીયા, એસ.જે. પઢાર, સી.એચ. બડીયાવદરા સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande