લીલીયા મ.તાલુકા વિકાસ અધિકારી આચાર્ય ની બઢતી સાથે બદલી થતાં વિદાયમાંન અપાયું
અમરેલી,07 એપ્રિલ (હિ.સ.) નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ગોહિલને તાલુકા ભરના સરપંચો તેમજ તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા આવકારાયા લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા અને જેમનું મૂળ વતન લીલીયા એવા કિશોરભાઈ આચાર્યની બઢતી સાથ
લીલીયા મ.તાલુકા વિકાસ અધિકારી આચાર્ય ની બઢતી સાથે બદલી થતાં વિદાયમાંન અપાયું


અમરેલી,07 એપ્રિલ (હિ.સ.) નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ગોહિલને તાલુકા ભરના સરપંચો તેમજ તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા આવકારાયા

લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા અને જેમનું મૂળ વતન લીલીયા એવા કિશોરભાઈ આચાર્યની બઢતી સાથે બદલી થતા લીલીયા તાલુકા ભર ના સરપંચો તેમજ તલાટી કમ મંત્રી ઓ અને તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા કિશોર આચાર્ય ને ભવ્ય વિદાય માન અપાયું કિશોર આચાર્યએ તેમની ફરજ ની શરૂઆત 1988 માં તાલુકા પંચાયત જુનિયર ક્લાર્ક તરીકે તેમજ વર્ષ 2013માં સિનિયર ક્લાર્ક અને 2017 માં લીલીયા તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવેલ હોય ત્યારે લીલીયા તાલુકા ભરના સરપંચો સાથે એક પરિવારની જેમ સંબંધો બંધાઈ ગયેલ અને પોતાની આવડત મુજબ સમગ્ર તાલુકાની ચિંતા કરી સરકારની વિવિધ યોજનાઓના લાભો ગામડાઓ સુધી પહોંચાડેલ હોય ત્યારે આવા બાહોશ અધિકારીની તાલુકા વિકાસ અધિકારી તરીકે ફાગવેલ જી.ખેડા માં પ્રમોશન સાથે બદલી થતા કિશોર આચાર્ય ને તાલુકા ભરના સરપંચો દ્વારા શુભેચ્છાઓ તેમજ મોમેન્ટો,સાલ અર્પણ કરી ભવ્ય વિદાયમાંન આપવામાં આવેલ સાથે સાથે લીલીયા તાલુકા પંચાયતના નવ નિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ગોહિલને તમામ સરપંચો દ્વારા આવકારી વેલકમ કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલીયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ તેમજ તમામ સરપંચો દ્વારા આયોજન કરવામાં આવેલ અને કિશોર આચાર્યને ભવ્ય વિદાયમાંન આપવામાં આવેલ કાર્યક્રમ પૂર્ણ થતા તાલુકા ભરના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ માટે ભોજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande