પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ
પાટણ, 07 એપ્રિલ (હિ.સ.) પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં વહીવટી સુધારાના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકે 22 PSI અને બિન હથિયારી PSIની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. તમામ અધિકારીઓને તાત્કાલિક નવા સ્થાને હાજર થવા સૂચના આપવામાં આવી છે. સત્તાવાર હુકમ મ
પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ


પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ


પાટણ, 07 એપ્રિલ (હિ.સ.)

પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં વહીવટી સુધારાના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકે 22 PSI અને બિન હથિયારી PSIની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. તમામ અધિકારીઓને તાત્કાલિક નવા સ્થાને હાજર થવા સૂચના આપવામાં આવી છે.

સત્તાવાર હુકમ મુજબ 7 બિન હથિયારી PSI અને 15 હથિયારી/બિન હથિયારી PSI સહિત કુલ 22 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તથા લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને પ્રાથમિકતા અપાઈ છે.

લીવ રિઝર્વમાં રહેલા 9 PSIને વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જે.આર. ચૌધરીને સરસ્વતી, એમ.કે. ઝાલાને સિદ્ધપુર અને આર.ડી. ચૌહાણને IUCAW શાખામાં નિમણૂક આપવામાં આવી છે.

આ ઉપરાંત એ.બી. મહેરિયાને હારીજ, આર.બી. વાઘીયાને રાધનપુર, પી.વી. ચૌધરીને LCB શાખા અને જે.ટી. ગઢવીને રણુંજ ખાતે મુકવામાં આવ્યા છે. એચ.આર. ગાડીયાને બાલીસણા ખાતે બદલી આપવામાં આવી છે.

મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ.ડી. ભટ્ટને મહિલા પોલીસ સ્ટેશન અને પી.વી. વસાવાને શંખેશ્વર ખાતે જવાબદારી સોંપાઈ છે. સાયબર પોલીસ સ્ટેશનના એચ.ડી. મકવાણાને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફારથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande