જામનગરના મસીતિયામાંથી તમંચા સાથે શખ્સ ઝડપાયો મધ્ય પ્રદેશના સપ્લાયર ઇસમનું નામ ખુલ્યું
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના મસીતીયા ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક તમંચા સાથે નીકળેલા આરોપીને દબોચી લીધો હતો. જેની પૂછપરછમાં આરોપીએ હથિયાર સપ્લાય કરનાર તરીકે મધ્યપ્રદેશના શખ્સનું નામ ખુલતા તેને દબોચી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
હથિયાર સાથે આરોપી ઝબ્બે

જામનગર એલસીબી પોલીસને હથિયાર મામલે બાતમી મળતા પોલીસે દરોડો પાડી આરોપી બસીરભાઇ ઉર્ફે બસલો સીદીકભાઇ મેકાણી (રહે. મસીતીયા ગામ, કમરૂદીન નગર, દરગાહની બાજુમા તા.જી.જામનગર) ને મસીતીયા ગામે દરગાહ પાસેથી લાયસન્સ પરવાના વગરના 10 હજારની કિંમતના એક તમંચા સાથે પકડી પાડ્યો હતો.

આથી આરોપી વિરુદ્ધ હથિયાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસ હથિયાર સપ્લાય કરનાર મનોજ (રહે.દતીયા જીલ્લા મધ્યપ્રદેશ) નું નામ ખુલતા તેને પકડી પાડવા કાર્યવાહી ચાલુમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

 rajesh pande