બે હવામાન સિસ્ટમ સક્રિય: મહેસાણામાં અચાનક વરસાદ
મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં હાલ બે હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં 7 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં
બે હવામાન સિસ્ટમ સક્રિય: મહેસાણામાં અચાનક વરસાદ


મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં હાલ બે હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં 7 એપ્રિલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી મુજબ આજે મહેસાણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

મહેસાણા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાઈ બાદ ઝાપટાં વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આ વરસાદ ઠંડક લઈને આવ્યો છે. રસ્તાઓ ભીંજાઈ જતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગે આગળ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.આ બદલાયેલા હવામાનથી ખેડૂતોમાં અમુક પાકમાં નુકસાની ની શક્યતા છે ,સામાન્ય નાગરિકો માટે પણ આ વરસાદ ગરમીમાંથી થોડી રાહત લાવનાર સાબિત થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande