મહેસાણા એલસીબીની કામગીરી: પાંચ મહિનાથી ફરાર છેતરપીંડીના ત્રણ આરોપી ઝડપાયા
મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને
મહેસાણા એલસીબીની કામગીરી: પાંચ મહિનાથી ફરાર છેતરપીંડીના ત્રણ આરોપી ઝડપાયા


મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.)

મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના નેતૃત્વમાં ટીમ બનાવી ફરાર આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન, સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપીઓને મહેસાણા નાગલપુર ત્રણ રસ્તા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રવિભાઈ રમેશભાઈ રાવળ, વિષ્ણુભાઈ હરીભાઈ સલાટ અને બિરજુભાઈ લાલાભાઈ સલાટ (બધા રહેવાસી કલોલ, ગાંધીનગર)નો સમાવેશ થાય છે. આરોપીઓ રિક્ષામાં બેસાડી લોકોને વિશ્વાસમાં લઈ પૈસાની લાલચ આપી રોકડાનું બંડલ બતાવી છેતરપીંડી કરતા હતા.

પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ માટે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande