મહેસાણાના રામોસણ ચોકડી ખાતે પક્ષીઓ માટે 1000 કુંડા અને 700 માળા સ્થાપિત
મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ મહેસાણાના રામોસણ ચોકડી ખાતે જોવા મળ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ઠાકોર દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓ માટે 1000 પાણીના કુંડા અને 700 મા
મહેસાણાના રામોસણ ચોકડી ખાતે પક્ષીઓ માટે 1000 કુંડા અને 700 માળા સ્થાપિત


મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પક્ષીઓ માટે માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ મહેસાણાના રામોસણ ચોકડી ખાતે જોવા મળ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીત ઠાકોર દ્વારા આ વિસ્તારમાં પક્ષીઓ માટે 1000 પાણીના કુંડા અને 700 માળા સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ સેવાકાર્યમાં નવજીવન નિરાધાર સેવા ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. ઉનાળામાં વધતી ગરમીને કારણે પક્ષીઓ માટે પાણી અને આશ્રયની તંગી સર્જાતી હોય છે, ત્યારે આ પ્રકારની પહેલ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

સ્થાનિક લોકોમાં પણ આ કાર્યને લઇને પ્રશંસા જોવા મળી રહી છે. પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા મૂકાતા તેમને ગરમીમાં રાહત મળશે અને જીવ બચાવવા મદદરૂપ બનશે. સમાજમાં આવા સેવાભાવી કાર્યો વધુ લોકોને પ્રેરણા આપે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande