તાવડીયા ગામનો ચૂંટણી બહિષ્કાર: DP પ્લાન સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં સામેલ થયેલા તાવડીયા ગામમાં ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ગામમાં ઠેરઠેર બેનરો લગાવી રાજકીય પક્ષોને પ્રચાર માટે પ્રવેશ ન કરવા ચેતવ
તાવડીયા ગામનો ચૂંટણી બહિષ્કાર: DP પ્લાન સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ


મહેસાણા, 07 એપ્રિલ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં સામેલ થયેલા તાવડીયા ગામમાં ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. ગામમાં ઠેરઠેર બેનરો લગાવી રાજકીય પક્ષોને પ્રચાર માટે પ્રવેશ ન કરવા ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોનો મુખ્ય રોષ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા ડેવલપમેન્ટ પ્લાન (DP પ્લાન) સામે છે. તેમના જણાવ્યા મુજબ, આ પ્લાનના અમલથી અનેક ખેડૂતો પોતાની ખેતીની જમીન ગુમાવશે, જેના કારણે તેમની આજીવિકા અને પશુપાલન પર સીધી અસર પડશે. ઉપરાંત, ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સામેલ કરવાનો પણ ગ્રામજનોએ કડક વિરોધ નોંધાવ્યો છે અને તેને ફરી એગ્રીકલ્ચર ઝોનમાં મૂકવાની માંગ કરી છે.

આ સાથે જ 80 મીટરના સૂચિત રિંગરોડને બિનજરૂરી ગણાવી તેને રદ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ નહીં લે.હાલ આ મુદ્દે તંત્ર અને રાજકીય પક્ષો શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું, પરંતુ તાવડીયા ગામના આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande