ઊંઝા માર્કેટયાર્ડમાં આવકનો રેકોર્ડ: 1.25 લાખ બોરીથી યાર્ડ ઉભરાયું
મેહસાણા, 07 એપ્રિલ (હિ.સ.) એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે ઓળખાતા ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ સીઝન ચરમસીમાએ પહોંચી છે. રવી પાકની લણણી પૂર્ણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે યાર્ડમાં ઉમટી પડ્યા છે, જેના કારણે બજારમાં વિક્રમી આવક નોં
ઊંઝા માર્કેટયાર્ડમાં આવકનો રેકોર્ડ: 1.25 લાખ બોરીથી યાર્ડ ઉભરાયું


મેહસાણા, 07 એપ્રિલ (હિ.સ.) એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે ઓળખાતા ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ સીઝન ચરમસીમાએ પહોંચી છે. રવી પાકની લણણી પૂર્ણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે યાર્ડમાં ઉમટી પડ્યા છે, જેના કારણે બજારમાં વિક્રમી આવક નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, આજે યાર્ડમાં કુલ અંદાજે 1.25 લાખ બોરીની આવક નોંધાઈ છે. તેમાં સૌથી વધુ ‘કાળા સોના’ તરીકે ઓળખાતા જીરાની 65,000 બોરી, વરિયાળીની 20,000 બોરી તેમજ ઇસબગુલ સહિત અન્ય પાકોની પણ મોટી આવક જોવા મળી છે. ભારે આવકને કારણે માર્કેટયાર્ડના ગ્રાઉન્ડ ટૂંકા પડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ઊંઝા માર્કેટયાર્ડમાં મળતા સારા ભાવ અને પારદર્શક તોલમાપના કારણે ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાંથી પણ ખેડૂતો અહીં પોતાના પાકનું વેચાણ કરવા આવી રહ્યા છે. ટ્રકો અને ટ્રેક્ટરોની લાંબી કતારો યાર્ડમાં જોવા મળી રહી છે.આવકમાં થયેલા આ વધારાથી વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આવક વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande