નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સીટી પ્રાંત (ઉત્તર) અડાજણની નવી કચેરી પાલ ખાતે કાર્યરત
સુરત, 07 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરના અઠવાલાઈન્સ ખાતે જિલ્લા કલેકટર કચેરી ખાતે એ- એ-બ્લોક, નાયબ કલેક્ટર, સીટી પ્રાંત(ઉત્તર) અડાજણ, જી.સુરતની કચેરીની કાર્યરત હતી. તાજેતરમાં અડાજણ તાલુકાના પાલ વિસ્તારમાં બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થતા નાયબ કલેક્ટર અને
Surat


સુરત, 07 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરના અઠવાલાઈન્સ ખાતે જિલ્લા કલેકટર કચેરી ખાતે એ- એ-બ્લોક, નાયબ કલેક્ટર, સીટી પ્રાંત(ઉત્તર) અડાજણ, જી.સુરતની કચેરીની કાર્યરત હતી. તાજેતરમાં અડાજણ તાલુકાના પાલ વિસ્તારમાં બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થતા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સીટી પ્રાંત (ઉત્તર) અડાજણ તથા જિ.સુરતની કચેરી ઠે.ત્રીજો માળ, મહેસુલી ભવન અડાજણ, વેસ્ટર્ન હાઈટ્સની બાજુમાં, પાલ લેક સર્કલ પાસે, પાલ, જિ.સુરત ખાતે કાર્યરત કરવામાં આવી છે. જેથી અડાજણ વિસ્તારના શહેરી જનોએ પ્રાંત ઓફિસ અડાજણ ખાતે પોતાના કામ કાજ માટે ઉપરોક્ત સરનામા ઉપર કચેરીનો સંપર્ક સાધવા નાયબ કલેકટર(ઉત્તર), અડાજણ દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande