
જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સગી બહેન ઉપર હુમલા મામલે ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. શંકર ટેકરી વિસ્તારમાં માતા સાથે રહેતી યુવતીને તેના જ સગાભાઇએ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની રાવ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાછળ કાદરી ચોકમાં રહેતા રેશમાબેન યુસુફભાઇ ખુરેશી નામના 27 વર્ષીય યુવતીએ પોતાની માતા સાથે રહેતા ઘરમાં રહેતાં હોય જે તેના સગાભાઇ અજિત યુસુફભાઇ ખુરેશીને પસંદ ન હતું. આથી રેશ્માબેનને ઘરેથી કાઢી મૂકવા બાબતે ગઇકાલે ગાળો કાઢી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં રેશમાબેનને ડાબા પગના ઘુટણમાં સામાન્ય તથા શરીરે મુંઢ ઇજા પહોંચી હતી. ઉપરાંત અજિતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઇજાગ્રસ્ત રેશ્મબેનને હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદી દ્વારા કરાયેલી બનાવની જાણના આધારે હે.કો. એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ આરોપી અજિત વિરૂઘ્ધ હથિયારબંધી ભંગ તેમજ મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt