
અમરેલી, 07 એપ્રિલ (હિ.સ.)
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં એક અરજદારે પોતાની ઊંચી કિંમતનો મોબાઇલ ફોન ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી હતી. મોબાઇલમાં મહત્વપૂર્ણ ડેટા તેમજ વ્યક્તિગત માહિતી હોવાને કારણે અરજદાર ખૂબ ચિંતિત બન્યો હતો. ફરિયાદ મળતા જ રાજુલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ, લોકેશન ટ્રેકિંગ અને અન્ય આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મોબાઇલ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી. સતત પ્રયત્નો બાદ પોલીસે મોબાઇલ ફોનનો પતો લગાવી સફળતાપૂર્વક તેને કબજામાં લીધો હતો.
પોલીસ સ્ટેશન ખાતે અરજદારને બોલાવી તેની ઓળખ ખાતરી કર્યા બાદ મોબાઇલ પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો ખોવાયેલો મોંઘો મોબાઇલ ફરી મળતા અરજદારે રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.
આ સમગ્ર ઘટનાથી રાજુલા પોલીસની કાર્યક્ષમતા અને જનસેવાના પ્રતિબદ્ધતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકોમાં પણ વિશ્વાસ વધ્યો છે કે પોલીસ સમયસર અને અસરકારક રીતે તેમની મદદ માટે હંમેશા તત્પર રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai